યુવકે પોતાની થનારી પત્નીના પગ પાછળ ઘણા પૈસા ખર્ચ્યા
એરિઝોના, પતિ-પત્ની કે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડના રિલેશનશિપમાં પાર્ટનર સારી રીતે જાણે છે કે તેના પાર્ટનરને શું પસંદ છે અને શું નથી? અમેરિકાના એરિઝોનામાં રહેતી એક મહિલાએ તેના મંગેતર વિશે ખુલાસો કર્યો છે કે તેને થનાર પત્નીના પગને ખૂબ પ્રેમ કરે છે. આ જ કારણ છે કે તે તેની મંગેતરના પગરખાં પર ઘણા પૈસા ખર્ચે છે.
એન્નાબેલ ફેમેન્કો નામની એક મહિલાએ પોતે TikTok પર એક વિડિયો દ્વારા દુનિયાને જણાવ્યું છે કે તેના થનાર પતિને તેના પગ સાથે અલગ જ લેવલનો પ્રેમ છે. એનાબેલ કહે છે કે તેના કારણે તેને સારો ફાયદો થઈ રહ્યો છે. કારણ કે તેને હંમેશા નવી નવી ડિઝાઇનનાં બૂટ અને ચપ્પલ મળી જાય છે.
તેનો મંગેતર ફૂટવેર લેવા માટે ક્યારેય આનાકાની કરતી નથી. એરિઝોનાના સ્કોટ્સડેલમાં રહેતી એન્નાબેલ કહે છે કે તેણે તાજેતરમાં તેના બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી છે અને ત્યારથી તેને સુંદર ફૂટવેરની ભેટ મળી રહી છે. ટિકટોક વીડિયોમાં તેનું કારણ જણાવતાં તે કહે છે કે તમને આ ફાયદો ત્યારે થાય છે જ્યારે તમારો પાર્ટનર પગને જાેઈને રોમેન્ટિક થવા જઈ રહ્યો હોય. તે ક્યારેય શૂઝ ખરીદવાનું બંધ કરતો નથી.
આટલું જ નહીં, એનાબેલે તેના વીડિયોમાં કેટલાક મોંઘા ફૂટવેર પણ બતાવ્યા છે, જે તેના મંગેતરે તેના માટે ખરીદ્યા છે. એનાબેલના આ વીડિયોને અત્યાર સુધીમાં ૨૦ લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને લોકો તેના અદ્ભુત ફૂટવેર કલેક્શનના વખાણ કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યું છે કે તેને મોંઘા જૂતા અને પેડિક્યોર માટે પણ પૈસા મળતા હોવા જાેઈએ. તે જ સમયે, કેટલીક અન્ય મહિલાઓએ જણાવ્યું છે કે તેમના પાર્ટનર પણ તેમના પગને લઈને રોમેન્ટિક હતા. હવે કોઈ કઈંપણ કહે, એનાબેલ તેના પાર્ટનરની આ વિચિત્ર આદતનો ઉગ્રતાથી ફાયદો ઉઠાવી રહી છે.SSS