આ કંપની બનાવી રહી છે, હેન્ડ કન્ટ્રોલ ડિવાઇઝ સાથે ઇલેક્ટ્રોનિક રીતે એડજસ્ટ થઈ શકે તેવા બેડ
ફક્ત 12.5 ટકા હોમકેર દર્દીઓ સારવારમાં મદદરૂપ મેન્યુઅલી એડજસ્ટેબલ બેડનો ઉપયોગ કરે છેઃ ગોદરેજ ઇન્ટેરિયોના અભ્યાસનું તારણ
ગોદરેજ ઇન્ટેરિયોએ પ્રસ્તુત કરેલો ગ્રેસ હોમકેર બેડ પરિવારોને તેમના ઘરે તેમના પરિવારજનો સુવિધાજનક રીતે સારવાર આપવા સક્ષમ બનાવે છે, હોસ્પિટલ બેડની તમામ સુવિધાઓ પૂરી પાડે છે~
મુંબઈ, ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સએ જાહેરાત કરી હતી કે, એના વ્યવસાય તથા ઇન-હોમ અને સંસ્થાગત સેગમેન્ટમાં ભારતની અગ્રણી ફર્નિચર સોલ્યુશન્સ બ્રાન્ડ ગોદરેજ ઇન્ટેરિયોએ આજે હોમકેર બેડની વિશિષ્ટ રેન્જ પ્રસ્તુત કરી હતી.
ગ્રેસ હોમકેર બેડ વિશિષ્ટ સુવિધા છે, જેમાં હેન્ડ કન્ટ્રોલ ડિવાઇઝ (હાથથી નિયંત્રિત ઉપકરણ) સાથે બેક રેસ્ટ અને લેગ રેસ્ટ ઇલેક્ટ્રોનિક રીતે એડજસ્ટ થઈ શકશે, સરળ મૂવમેન્ટની સુવિધા આપી શકશે તથા બેસવા અને સૂવાની મુદ્રા વચ્ચેનો વિકલ્પ મેળવવા સક્ષમ બનાવશે. નવી રેન્જ સાથે ગોદરેજ ઇન્ટેરિયોએ દર્દીઓ અને સારવાર કરનાર બંને માટે હોમકેરને સલામત અને સુવિધાજનક બનાવવાની જરૂરિયાત પૂરી કરી છે.
પોતાના નવા વેરિઅન્ટ સાથે હાલ ચાલતી મહામારીએ હોમકેર માટેની વધતી પસંદગીને વેગ આપ્યો છે. મહામારીની પરાકાષ્ઠાએ હોસ્પિટલોમાં તમામ બેડ ભરાઈ ગયા હતા, જેના પગલે દર્દીઓને ઘરે સારવાર લેવાની ફરજ પડી હતી. જે દર્દીઓને પર નજર રાખવી પૂરતી હોય એમને હોસ્પિટલમાંથી રજા આપવી ઉચિત છે, જેથી ગંભીર સારવાર કે સારવારની ખર્ચાળ પ્રક્રિયાની જરૂરિયાત અનુભવતા દર્દીઓને તેઓ હોસ્પિટલમાં ભરતી કરી શકે.
ગોદરેજ ઇન્ટેરિયોના વર્કપ્લેસ એન્ડ અર્ગોનોમિક્સ રિસર્ચ સેલ દ્વારા તાજેતરમાં પ્રસ્તુત થયેલા રિપોર્ટ ‘ધએશેન્શિયલગાઇડફોર પ્રોવાઇડિંગ મેડિકલકેર એટ હોમ’ મુજબ, શહેરીકરણ અને વિભક્ત પરિવારના માળખામાં વધારો થવાથી હોસ્પિટલમાં સતત નજર રાખવી મુશ્કેલ છે. ઘરના પરિચિત વાતાવરણમાં સારવાર મેળવવાની ઇચ્છાથી પણ દર્દીઓ અને તેમના પરિવારજનો હોસ્પિટલને બદલ હોમકેરનો વિકલ્પ વધારે પસંદ કરવા પ્રેરિત થયા છે.
આ પ્રકારની જરૂરિયાતો વયોવૃદ્ધ લોકોની સાથે યુવાન દર્દીઓ પણ અનુભવે છે, જેમને તેમની સ્થિતિમાં સુધારાના સંપૂર્ણ ગાળા માટે હોસ્પિટલમાં રહીને સારવાર મેળવવી આર્થિક રીતે પરવડી શકે તેમ નથી કે વ્યવહારિક રીતે શક્ય નથી. ઉપરાંત વધતી ઉંમર સાથે આપણા પરિવારજનોને હોસ્પિટલ જેવી સારવાર ઘરે મળે એ મહત્વપૂર્ણ છે, ભલે આપણી હેલ્થકેર સેવાઓ અત્યારે અદ્યતન હોય.
એક સમાધાન તરીકે ગોદરેજ ઇન્ટેરિયોનો વિવિધ સુવિધાઓ વિવિધ સુવિધાઓ ધરાવતો ગ્રેસ હોમકેર બેડ દર્દીની સાથે સારવાર આપનાર માટે પણ હોમકેરને સલામત અને સુવિધાજનક બનાવે છે. દર્દીઓની અવરજવરના વિવિધ સ્તરને ધ્યાનમાં રાખીને બેડ તમામ પોઝિશનમાં સૌથી વધુ સલામતી અને સ્થિરતા પ્રદાન કરવા ડિઝાઇન કરવામાં આવ્યો છે.
સલામતીની મુખ્ય ખાસિયતોમાં દર્દી પડી ન જાય એ માટે સંપૂર્ણ લંબાઈ ધરાવતી ટેલીસ્કોપિક સાઇડ રેલિંગ, સુવિધાજનક ડિઝાઇન અને ડીવીટી (ડીપ વેઇન થ્રોમ્બોસિસ) પોઝિશન સામેલ છે, જેમાં દર્દીના પગને ઊંચો કરવાથી લોહીનું પરિભ્રમણ વધારે સારી રીતે થાય છે, લોહીમાં ગઠ્ઠા જામી જતાં અટકે છે અને એ ભાગ ફૂલાઈ જતો નથી.
આ વધારે વિઝિબિલિટી પ્રદાન કરવા અને મોકળાશ આપવા સાઇડ રેલના ખૂણાઓ વચ્ચે 100 એમએમને ગેપ પણ ધરાવે છે, જેથી સારવાર લેનાર દર્દીને વધારે સુવિધા અને મોકળાશ મળે છે. જ્યારે બેડમાં દર્દી માટે હલનચલનની સુવિધા સારવાર કરનારને દર્દીની સારવાર કરવામાં સરળતા મળે છે, ત્યારે દર્દીનું શારીરિક સ્વાસ્થ્ય સલામત રહે છે. ગ્રેસ હોમકેર બેડની સુંદરતા ‘હોસ્પિટલમાં હોવાનો અનુભવ’ ઓછો આપે છે તથા આધુનિક અને ક્લાસિક હોમ ડિકોરનો સમન્વય ધરાવે છે.
આ પ્રસ્તુત થયેલી નવી પ્રોડક્ટ પર ગોદરેજ ઇન્ટેરિયોના ચીફ ઓપરેટિંગ ઓફિસર અનિલ માથુરે કહ્યું હતું કે, “ગોદરેજ ઇન્ટેરિયોમાં અમારો અમે દરેક જગ્યાએ જીવનની ગુણવત્તા સુધારવા માટે પ્રયાસરત છીએ. જ્યારે મહામારીએ રિમોટ હોમ હેલ્થ સોલ્યુશનની જરૂરિયાતને વેગ આપ્યો છે,
ત્યારે ખાનગી ક્ષેત્ર સાથે સરકાર હોમ કેરની ભૂમિકા સ્થાપિત કરવાની જરૂરિયાતને સમજીને એ દિશામાં વધારે કામ કરી રહી છે. ભારતીય હોમ હેલ્થકેર બજારની સુવિધાઓ અને સંભાવનાઓને ધ્યાનમાં રાખીને અગ્રણી હેલ્થ કેર કંપનીઓ આ ક્ષેત્રમાં તેમની પહોંચ વધારવા આગળ આવી રહી છે. જોકે પર્યાપ્ત તબીબી સુવિધાઓની ઊણપથી આ ટ્રેન્ડમાં વૃદ્ધિને વેગ આપે છે. આઇસીએમઆરના જણાવ્યા મુજબ, ભારત આંતરરાષ્ટ્રીય બિમારીના ભારણમાં આશરે 20 ટકા હિસ્સો ધરાવે છે
અને એની સરખામણીમાં ભારત આશરે 6 ટકા હોસ્પિટલ સંસાધનો અને 8 ટકા વ્યવસાયિક મેડિકલ સ્ટાફ ધરાવે છે. ગોદરેજ ઇન્ટેરિયોમાં અમે હોમ હેલ્થકેર ઉદ્યોગના વિશિષ્ટ પડકારોનું સમાધાન કરે એવા ઇનોવેશન પર કામ કરવાનું જાળવી રાખીશું અને ગ્રેસ હોમકેર બેડ એનો પુરાવો છે. આ બેડ વધારે સારી સારવાર માટે સ્પેસ ઊભી કરવા ડિઝાઇન કરેલો છે, કારણ કે સારવાર આપનાર સાથે સંવાદ દરમિયાન આ દર્દીઓ સલામતી આપે છે તથા શાંતિથી વિક્ષેપ વિના આરામ કરવાની સુવિધા આપે છે. અમને સમગ્ર ભારતમાં હેલ્થકેરમાં અનુભવની ગુણવત્તા વધારવા સતત ઇનોવેશન કરવા પર ગર્વ છે.”
ગોદરેજ ઇન્ટેરિયોના એસોસિએટ વાઇસ પ્રેસિડન્ટ સમીર જોશીએ કહ્યું હતું કે, “ભારતમાં હેલ્થકેર સુવિધાઓ બદલાતી જરૂરિયાતોને પૂરી કરવા ઘણી વાર સક્ષમ હોતી નથી અને આ માટે જાણકારીનો અભાવ મુખ્ય જવાબદાર પરિબળ છે. અમારા અભ્યાસમાં જાણકારી મળી છે કે,
ફક્ત 18 ટકા દર્દીઓને જ હોસ્પિટલો હોમકેર માટે સલાહ આપે છે. ગોદરેજ ઇન્ટેરિયોનો હેલ્થકેર વ્યવસાય એવું વાતાવરણ ઊભું કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં સારવારની પ્રક્રિયામાં દર્દીઓ અને પરિવારજનોને મદદ મળે. સારવાર માટેની આ સુવિધાજનક ડિઝાઇન દર્દીઓ અને સારવાર કરનાર સહિત તમામ પક્ષોની કાર્યદક્ષતા, સંવેદના અને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નવા પ્રસ્તુત ગ્રેસ હોમકેર બેડ અમારી ડિઝાઇન ફિલોસોફીને પ્રતિબિંબિત કરે છે, જે માનવકેન્દ્રિત અભિગમ પર કેન્દ્રિત છે અને તેમાં દર્દી-ડૉક્ટર વચ્ચે સંવાદને સુધારવા માટે સ્વીકાર્ય સ્પેસ સમાધાનનો ઉપયોગ થયો છે.”
ભારતમાં હોમ હેલ્થ કેર (ઘરે સારવાર મેળવવી) પ્રમાણમાં નવો વિચાર છે અને ઉદ્યોગના સ્તોત્રો મુજબ, તેમાં વર્ષ 2025 સુધીમાં 19.2 ટકાના સીએજીઆર સાથે વૃદ્ધિ થવાની અપેક્ષા છે. શહેરીકરણ, વિભક્ત પરિવારોમાં વધારો, અદ્યતન ટેકનોલોજી અને જાગૃતિમાં વધારો તેમજ ઓછો મૃત્યુદર અને વૃદ્ધોનું સરેરાશ આયુષ્ય 49.7 વર્ષ (1975)થી વધીને સરેરાશ 68.7 વર્ષ (2012-2016) – આ તમામ પરિબળો હોમ હેલ્થ કેરના વિસ્તરણને વેગ આપી રહ્યાં છે.