Western Times News

Gujarati News

કિઆ કારેન્સ છ સ્ટાન્ડર્ડ એરબેગ્સ સાથે ભારતમાં લોંચ થઈ

કિઆ કારેન્સ આધુનિક ભારતીય પરિવારોમાં નવતર પહેલ પ્રસ્તુત કરે છેઃ જે વૈવિધ્યતા, ક્રાંતિકારી ડિઝાઈન અને ક્લાસમાં-અગ્રણી ફીચર્સની પુનઃવ્યાખ્યા કરે છે

–      કિઆકનેક્ટ સાથે આધુનિક કનેક્ટિવિટી, જે દર્શાવે ઝંઝટ-મુક્ત ઓવર-ધ-એર અપડેટ્સ

–      હાઈ-સિક્યોર સેફ્ટી પેકેજ સાથે ડ્રાઈવર સહાયતા

(નવી દિલ્હી) કિઆ કોર્પોરેશને આજે ભારતમાં એક વર્લ્ડ પ્રિમિયર ઈવેન્ટ દરમિયાન કારેન્સ લોંચ કરી છે. આ રિક્રિએશનલ વ્હીકલ (RV) કિઆની વધુ એક મેડ-ઈન-ઈન્ડિયા વૈશ્વિક પ્રોડક્ટ છે કે જે પરિવાર સાથે મુસાફરી કરનારા માટે એક જ સહિયારા પેકેજમાં વૈભવશાલી આધુનિકતા અને SUVની સ્પોર્ટીનેસ પ્રસ્તુત કરે છે.

કિઆ કારેન્સની ડિઝાઈન આધુનિક ભારતીય પરિવારો માટે કરાઈ છે, અને તે પોતાની શ્રેણીનો સૌથી લાંબો વ્હીલબેઝ અને મોકળાશયુક્ત ત્રણ-રો સીટર ધરાવતી આરામદાયક કાર છે. આ કાર સાથે આવે છે તમામ ટ્રીમમાં સ્ટાન્ડર્ડ તરીકે ભારતમાં પહેલી વાર હાઈ-સિક્યોર સેફ્ટી પેકેજ, કે જેમાં સામેલ છે છ એરબેગ્સ, જે તેને ભારતમાંના સૌથી સુરક્ષિત વાહનોમાંનું એક બનાવે. કિઆ કારેન્સ એક કનેક્ટેડ કાર પણ છે જે ઘણા આ શ્રેણીના અગ્રેસર ફીચર્સ સાથે આવે છે, અને આ ઈન્ડસ્ટ્રીમાં નવું સીમાચિહ્ન સ્થાપિત કરે છે.

“તેની બોલ્ડ ડિઝાઈન, હાઈ-ટેક ફીચર્સ, અને આ ઈન્ડસ્ટ્રીમાં-અગ્રણી સુરક્ષા સિસ્ટમ સાથે, કિઆ કારેન્સ ફેમિલી વ્હીકલ્સ માટે આ ઈન્ડસ્ટ્રીના સીમાચિહ્ન અને સંપૂર્ણ નવા સેગમેન્ટની રચના કરવા સજ્જ છે,” એમ કિઆ કોર્પોરેશનના પ્રેસિડેન્ડ અને સીઈઓ હો સંગ સોંગે જણાવ્યું હતું. “કિઆ ભારતમાં કારેન્સને લોંચ કરવાથી ગર્વાન્વિત છે, જ્યાં નવા વિચારો અને નવતર પ્રયોગો આકાર લઈ રહ્યા છે. અમને વિશ્વાસ છે કે, કિઆ કારેન્સ આધુનિક પરિવારોને બંને તેમના રોજિંદા અને આનંદપ્રમોદના જીવનમાં અર્થપૂર્ણ અનુભૂતિ પૂરી પાડશે.”

કિઆ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ, તાએ-જીન પાર્કે કહ્યું હતું કે, “ભારત એક વૈવિધ્યસભર દેશ છે અને અહીંના લોકોની પસંદગીઓ ભિન્ન છે. મારું માનવું છે કે કારેન્સને વિકસાવતી વેળાએ આ એક સૌથી રોમાંચકારી પાસું છે જેને ઉજાગર કરવાનો અમે પ્રયાસ કર્યો છે. તે સુરક્ષિત, ફીચરથી સમૃદ્ધ, કલાત્મક ડિઝાઈનયુક્ત અને સાથે-સાથે આરામદાયક અને ક્લાસી છે, તેમાં એ તમામ વસ્તુઓ છે જે એક આધુનિક ભારતીય પરિવાર પોતાના વાહનમાં ઈચ્છે છે. કારેન્સ, તમામ પાસામાં, કિઆ તરફતી એક અન્ય વાસ્તવિક ગ્રાહક-કેન્દ્રિત ઓફરિંગ છે. આ વાહન પરિવારના પરિવહનમાં ક્રાંતિકારી ફેરફારો લાવીને તેની પુનઃવ્યાખ્યા કરવા સજ્જ છે. તે વધુ એક ગેમ-ચેન્જિંગ પ્રોડક્ટ છે કે જે અમારા અતુલ્ય ભારતીય ગ્રાહકોને સમર્પિત છે.”

કિઆ કારેન્સ 2022ના પ્રથમ ક્વાર્ટરથી ભારત ઉપરાંત ચુનંદા બજારોમાં ઉપલબ્ધ થઈ જશે.

કિઆ કારેન્સ, તેની બોલ્ડ ડિઝાઈન અને આ શ્રેણીના-અગ્રિમ ફીચર્સ સાથે, જોનારામાં કાયમ રહી જનારી છબિ પ્રસ્થાપિત કરે છે. તેનો અલૌકિક અને બોલ્ડ દેખાવ જ તેને એસયુવી-જેવી રોડ ઉપસ્થિતિ આપે છે અને તેની ઈન્ટિરિયર ડિઝાઈન તેની વૈવિધ્યતામાં ચાર ચાંદ લગાવે છે.

કિઆ કારેન્સ, પસંદગી ધરાવતા ગ્રાહકોને રોમાંચ આપે છે, જે આવે છે 7DCT અને 6AT સહિતના મલ્ટિપલ ટ્રાન્સમિશન વિકલ્પો સાથે મિશ્રિત બંને પેટ્રોલ અને ડીઝલ પાવરટ્રેઈન્સની પ્રસ્તુતિ સાથે. આ કાર તેને ચલાવનાર માટે જીવનને સરળ કરી દેનારા ઢગલાબંધ વ્યવહારુ ફીચર્સથી પણ સજ્જ છે.

કનેક્ટિવિટી ફીચર્સ જેવા કે નેક્સ્ટ-જનરેશન કિઆ કનેક્ટ એપથી માંડીને ફ્લેક્સિબલ બેસવાના વિકલ્પો અને સ્લાઈડિંગ ટાયર સીટ અન્ડર ટ્રે, રિટ્રેક્ટેબલ સીટબેક ટેબલ, પાછલા દરવાજે સ્પોટ લેમ્પ અને ત્રીજી હરોળમાં બોટલ તથા ગેજેટ હોલ્ડર સુધીના ફીચર્સના સમાવેશ સાથે કારેન્સ વાસ્તવમાં ઓટોમોબાઈલની પ્રેક્ટિકલરીતે પુનઃવ્યાખ્યા કરે છે.

કિઆ કારેન્સ મલ્ટિપલ શ્રેણીમાં અગ્રેસર ફીચર્સથી સજ્જ છે, જે ભારતમાં પ્રવર્તમાન પરિવાર સાથે પરિવહન કરનારા સામે ધાર પૂરી પાડે છે. તદુપરાંત, આ કાર ત્રણ-રો સીટર સેગમેન્ટમાં અત્યંત-જરૂરી રોમાંચ પૂરો પાડે છે. આમાં સામેલ છેઃ

1.     26.03 સેમી (10.25”) HD ટચસ્ક્રીન નેવિગેશન વિથ નેક્સ્ટ જનરેશન કિઆ કનેક્ટ

2.     BOSE પ્રિમિયમ સાઉન્ડ સિસ્ટમ વિથ 8 સ્પીકર્સ

3.     કેબિન સરાઉન્ડ 64 કલર એમ્બિયન્ટ મૂડ લાઈટિંગ

4.     સ્માર્ટ પ્યોર એર પ્યોરિફાયર વિથ વાઈરસ એન્ડ બેક્ટેરિયા પ્રોટેક્શન

5.     હાઈ-સિક્યોર સેફ્ટી સ્ટાન્ડર્ડ પેકેજ – (6 એરબેગ્સ, ESC+VSM+HAC+DBC+ABS+BAS, ઓલ વ્હીલ ડિસ્ક બ્રેક્સ સ્ટાન્ડર્ડ તમામ ટ્રીમમાં)

6.     વેન્ટિલેટેડ આગલી સીટો

7.     મલ્ટિ ડ્રાઈવ મોડ્સ (સ્પોર્ટ/ઈકો/નોર્મલ) જે લિંક્ડ છે એમ્બિયન્ટ મૂડ લાઈટિંગ સાથે

8.     2જી રોની સીટ “વન ટચ ઈઝી ઈલેક્ટ્રિક ટમ્બલ”

9.     સ્કાયલાઈટ સનરૂફ

10.  વિશાળ કેબિન સ્પેસ જેની દોરવણી કરે આ શ્રેણીનો સૌથી લાંબો વ્હીલબેઝ

 

ડિઝાઈન

કિઆ કારેન્સનું એક્સટિરિયર આ કંપનીની લેટેસ્ટ ડિઝાઈન ફિલોસોફી- ‘ઓપોઝિટ્સ યુનાઈટેડ’ને પ્રસ્તુત કરે છે. એસયુવી-જેવી એક્સટિરિયર ડિઝાઈન કિઆ કારેન્સની નવતર પહેલ અને આત્મવિશ્વાસને દર્શાવે છે. ધારદાર કેરેક્ટર રેખાઓ અને તેની બોલ્ડ સાઈડ પ્રોફાઈલનો સમૃદ્ધ ભાગ ધરાવતી કારેન્સની ડિઝાઈન તમને સ્પોર્ટી અને છતાં વૈભવશાળી સંયોજન પૂરું પાડે છે. કારેન્સની આ આધુનિક અને હાઈ-ટેક ડિઝાઈનનો ઉદ્દેશ લાખોમાં તરી આવે, આંખોને જોતાં જ ગમી જાય તેવી લાક્ષણિકતાઓ સાથે અતુલ્ય દેખાવ પૂરો પાડવાનો છે. તેનો આગળનો ભાગ સ્પોર્ટી અને સ્થિર સ્ટાન્સ સાથે હાઈ-ટેક હોવાની અનુભૂતિ પૂરી પાડે છે. હેડલેમ્પ્સમાંના DRLની ડિઝાઈન કિઆના નવા સિગ્નેચર લાઈટિંગ કન્સેપ્ટ- ‘ધ સ્ટાર મેપ’ પર આધારિત છે. ઉપલી ગ્રિલમાં હોરિઝોન્ટલ ક્રોમ અને નીચલા બમ્પરમાં ફ્રેમ-ટાઈપ ક્રોમ એક અનોખી છટા દર્શાવે છે અને વાઘના ચહેરા જેવા પ્રભાવશાલી લુકની રચના કરે છે. આ એસયુવી-જેવી સાઈડ પ્રોફાઈલ, અગળના ભાગે પુશ-બેક પિલર સાથેનો ઉચ્ચભાગ, અને સીધી રૂફલાઈન કે જેની સાથે સર્વોત્તમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ આવે છે અને આ બધું મળીને તેને એક સક્ષમ રિક્રિએશનલ વ્હીકલ બનાવે છે.

 

આ કાર તેના સ્લિમ DLO ગ્રાફિકની સાથે બંને સ્લિક અને ડાયનેમિક તો દેખાય જ છે, સાથે તે મલ્ટિ-સીટર વ્હીકલ તરીકે સારો એવો હેડરૂમ પણ આપે છે. પાછળના ભાગે રોબસ્ટ સેક્શનમાં લેમ્પનું સંયોજન કારેન્સને પહોળી અને મજબૂત દેખાવ આપે છે. સ્ટાર મેપ એલઈડી તેને હાઈ-ટેક ફીલ પૂરી પાડે છે અને ત્રિ-પરિમાણિય ક્રોમ ગાર્નિશ તેના સ્પોર્ટી દેખાવમાં ચાર ચાંદ લગાવે છે. ત્રણ નવા કલર્સને કિઆ કારેન્સમાં પ્રસ્તુત કરાયા છે- મિસ્ટિરિયસ ઈમ્પિરિયલ બ્લૂ જે પ્રેરિત છે એઝ્યુરાઈટ મિનરલ્સથી, અને તે ઉપરાંત છે લો સેચ્યુરેશન મોઝ બ્રાઉન જે આપે અનોખો દેખાવ, અને સ્પાર્કલિંગ સિલ્વર કે જેની સાથે આવે છે મેટલ પાર્ટિકલ્સ જે રંગને વ્યાપકતા પ્રદાન કરે.

 

કિઆ કારેન્સનું ઈન્ટિરિયર તેની ડિઝાઈન પિલર- ‘જોય ફોર રિઝન’ પર આધારિત છે કે જે ઉષ્માપૂર્ણ અને આરામદાયક દેખાવ સાથે ખુશીનું સંયોજન રચે છે. કિઆ કારેન્સ પર, આ તત્ત્વો ઘણા વિચારો પછી રચાયેલી છટાને સંયુક્ત રીતે આભારી છે. આ સંદર્ભમાં કિઆ દ્વારા ભારતીય પરિવારોની જીવનશૈલી અને જરૂરિયાતો વિશે સઘન સંશોધન કરવામાં આવ્યું હતું.

 

અત્યાધુનિક ઈન્ટિરિયરમાં સામેલ છે નજર ઠરાવનારા રંગો, સ્ટોરેજ માટે ખૂબ જગ્યા અને તેની સાથે તમામ બેસનારાને આરામ આપે તેવો ડિઝાઈન લેઆઉટ. તેના ડેશબોર્ડમાં પહોળી હાઈ-ગ્લોસ બ્લેક પેનલ છે કે જે એકંદર ડિઝાઈનને અનોખી તારવે, અને સાથે ડોર ટ્રીમ અત્યંત છટાદાર દેખાય અને અનોખી ડિઝાઈન સ્ટોરેજ માટે જગ્યા પણ પૂરી પાડે છે. એરપ્લેન સીટથી પ્રેરિત થઈને કારેન્સની તમામ ત્રણ-સીટ હરોળમાં એક-બીજી સામગ્રી સાથે મેળ ખાય તેવી ડિઝાઈન અને રંગો સાથે વૈભવશાળી આરામદાયકતા પૂરી પડાઈ છે. તેની સેન્ટર સ્વીચ અનોખી ડિઝાઈન ધરાવે છે જેથી તે કારેન્સ દ્વારા પ્રસ્તુત કરાતા સ્માર્ટ અનુભવને પ્રદર્શિત કરે. બીજી હરોળમાં ફંક્શનાલિટી પણ ભરપૂર છે, જેમાં છે રિટ્રેક્ટેબલ સીટબેક ટેબલ્સ કે જેની સાથે આવે છે જોડાયેલા કપ હોલ્ડર અને ટેક ગેજેટ્સ મૂકવાની જગ્યા, જેના થકી તેમાં મુસાફરીનો અનુભવ આનંદદાયક રહેવાની ગેરન્ટી મળે છે. કિઆ કારેન્સના ઈન્ટિરિયર્સમાં વિવિધ જરૂરિયાતો માટે મલ્ટિપર સ્ટોરેજ જગ્યાની રચના કરીને વ્યવહારુ રીતે તેની પ્રસ્તુતિ કરવા પર ધ્યાન અપાયું છે અને તેના પગલે વિવિધ જરૂરિયાતો અને મૂલ્યવાન સુગમતાને પણ પરિપૂર્ણ કરી શકાય છે.

 

એક્સટિરિયર અને ઈન્ટિરિયર ડિઝાઈનના વિવિધ પાસાંમાં આનો પણ સમાવેશ થાય છે:

 

1.     ક્રાઉન જ્વેલ હેડલેમ્પ્સ વિથ સ્ટાર મેપ DRL

2.     સ્ટાર મેપ એલઈડી ટેઈલ લેમ્પ

3.     R-16 – 40.62 (16”) ડ્યુઅલ ટોન ક્રિસ્લટ કટ એલોય વ્હીલ્સ

4.     ટુ ટોન સાઈડ ડોર ગાર્નિશ

5.     ક્રોમ રિયર બમ્પર ગાર્નિશ વિથ ડાયમંડ નરલિંગ પેટર્ન

6.     રિયર સ્કીડ પ્લેટ- બ્લેક પ્રિમિયમ હાઈ ગ્લોસ

7.     ઈન્ટિગ્રેટેડ રિયર સ્પોઈલર વિથ હાઈ-ગ્લોસ બ્લેક સાઈડ કવર

8.     રિયર સેન્ટર ફેસિયા રિફ્લેક્ટર- કનેક્ટેડ ટાઈપ

9.     સિંગલ વિંગ ટાઈપ એર વેન્ટ્સ ડિઝાઈન વિથ પ્રિમિયમ રન એરાઉન્ડ સિલ્વર ગાર્નિશ

10.  ડિસ્ટિંક્ટ બ્લેક હાઈ ગ્લોસ ડેશબોર્ડ

 

સુરક્ષા ફીચર્સ

કિઆ કારેન્સ ખરેખર એક ફેમિલી કાર છે, જે સંખ્યાબંધ એક્ટિવ સુરક્ષા ફીચર્સ પૂરા પાડે છે. આ મોડેલની સાથે આવે છે હાઈ-સિક્યોર સેફ્ટિ પેકેજ, જે ભારતમાં સર્વપ્રથમ છે. તેમાં કારેન્સના તમામ ટ્રીમ્સમાં સ્ટાન્ડર્ડ તરીકે સામેલ છે છ એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ (VSM), હિલ-આસિસ્ટ કંટ્રોલ (HAC), ડાઉનહિલ બ્રેક કંટ્રોલ (DBC), બ્રેક આસિસ્ટ સિસ્ટમ (BAS), હાઈલાઈન TPMS અને તમામ વ્હીલની ડિસ્કબ્રેક. તેની ESC કારને ટ્રેક્શન ગુમાવવા સામે રક્ષણ આપે, જ્યારે HAC અને DBC ડ્રાઈવરને આત્મવિશ્વાસ સાથે ઢાળ ચઢાવવા અને ઉતારવાના રસ્તા પર વાહન હંકારવાની સુગમતા આપે છે. તદુપરાંત, VSM દ્વારા સુનિશ્ચિત કરાય છે કે અંદર બેઠેલાને કારની સ્થિરતા સાથે સુરક્ષા પ્રાપ્ત થાય જ્યારે ડ્રાઈવરે એકાએક બ્રેકિંગ અથવા તો ટર્નિંગનો સહારો લેવો પડે છે. સુરક્ષા પર સતત ધ્યાન આપીને કંપનીએ ફ્રન્ટ પાર્કિંગ સેન્સર્સ, હાઈલાઈન TPMS, અને રેઈન-સેન્સિંગ વાઈપર્સ પણ કારમાં આપ્યા છે, જે દરેક સમયે ડ્રાઈવરને વાહન ચલાવવાનો અદભુત આત્મવિશ્વાસ આપે અને તે સંપૂર્ણપણે રોડની આગળી સ્થિતિ પર જ ધ્યાન આપી શકે.

 

કિઆ કનેક્ટ

કારેન્સની સાથે, કનેક્ટેડ કાર પ્લેટફોર્મ નેક્સ્ટ-જનરેશન કિઆ કનેક્ટ એપની સાથે એક સંપૂર્ણ નવીનતમ સ્વરૂપ પ્રસ્તુત કરે છે, જે અગાઉની UVO સિસ્ટમનું સ્થાન લે છે. કિઆ કનેક્ટ હવે ઉમેરેલી સુરક્ષા અને સુગમતા સાથે ઢગલાબંધ અપડેટેડ અને રોમાંચકારી ફીચર્સ ધરાવે છે. કિઆ કનેક્ટની સૌથી મોટી અપડેટમાંની એક છે તેના OTA (ઓવર ધ એર) મેપ અને સિસ્ટમ અપડેટ્સનો વિસ્તાર કે જેના થકી હવે કિઆ વર્કશોપમાં ગયા વિના જ એપના સોફ્ટવેરને અપડેટ કરી શકાય છે. કારેન્સની સાથે આવે છે 60+ કનેક્ટેડ કાર ફીચર્સ અને તેમાં પણ સૌથી વધુ રોમાંચની બાબત તો છે વાહનનું AVNT કે જે હવે દસ પ્રાદેશિક ભાષાઓમાં કામ કરે છે.

સ્પેસ અને સુગમતા

કિઆ કારેન્સ દ્વારા તેની ઈન્ટિરિયર સ્પેસ અને સુગમતાના ફીચર્સ થકી નવા સ્ટાન્ડર્ડને વ્યવહારુ રીતે સિદ્ધ કરી તેની પુનઃવ્યાખ્યા કરાઈ છે. વિશાળ કેબિન સ્પેસ દ્વારા ત્રીજી-હરોળમાં સારો એવો લેગરૂમ પૂરો પડાય છે જેની દોરવણી આ શ્રેણીની કારની શ્રેષ્ઠ લંબાઈની વ્હીલબેઝ કરે છે. વન ટચ ઈઝી ઈલેક્ટ્રિક ટમ્બલ કે જે બીજી હરોળમાં આપેલું છે તે કારની અંદર બેઠેલાના સરળ અને આરામદાયક અનુભવને સુનિશ્ચિત કરે છે. બીજી હરોળમાં આ સાથે રિક્લાઈન અને સ્લાઈડ ફંક્શન્સ પણ છે જે ઉચ્ચકોટિનો આરામ આપે છે. તેની સર્વોત્તમ સ્પેસ અને રિક્લાઈન ફીચર્સ ઉપરાંત, ત્રીજી-હરોળની સીટને પણ બૂટમાં સપાટ કરી શકાય છે જેથી સામાન માટે પણ મહત્તમ જગ્યા મળે છે.

કિઆ કારેન્સની ડિઝાઈન પરિવારને ઓન-બોર્ડ સુગમતા અને આરામ આપવા માટે બનાવાઈ છે. કેબિન સરાઉન્ડ 64 કલર એમ્બિયન્ટ મૂડ લાઈટિંગ દ્વારા તમામ સમયે શ્રેષ્ઠ આરામ પૂરો પડાય છે. વેન્ટિલેટેડ આગલી સીટ અને થ્રી ડ્રાઈવ મોડ્સ, કે જેના નામ છે સ્પોર્ટ, ઈકો અને નોર્મલ, ડ્રાઈવરને કોઈ પણ ઉચાટ વિનાની મુસાફરીની સુગમતા આપે છે. કારેન્સના શ્રેષ્ઠ પાસાઓમાંનું એક છે ઈન્ટિરિયરનું સર્વોત્તમ સ્પેસ મેનેજમેન્ટ, કે જે વાહને ખૂબ બધી સ્ટોરેજ સ્પેસ પૂરી પાડવા સક્ષમ બનાવે. આ કારમાં કૂલિંગ કપ હોલ્ડર્સ, રિટ્રેક્ટેબલ સીટ બેક ટેબલ વિથ કપ એન્ડ ગેજેટ માઉન્ટ, સ્લાઈડિંગ ટાઈપ સીટ અન્ડર ટ્રે, ઈઝી પુશ રિટ્રેક્ટેબલ કપ હોલ્ડર અને સ્લાઈડિંગ ટ્રે પણ આવે છે, અને સાથે છે એક સમર્પિત એર ફ્રેશનર માઉન્ટિંગ સિસ્ટમ મહત્તમ સુગમતા માટે. વાસ્તવમાં કિઆ કારેન્સ સુગમતાના ફીચર્સની તો લાંબી યાદી ધરાવે છે, જેમાં સામેલ છે:

 

1.     2જી હરોળમાં સીટ બેક ફોલ્ડિંગ આર્મરેસ્ટ વિથ કપ હોલ્ડર્સ

2.     પેડલ શીફ્ટર્સ

3.     રૂફ ફ્લશ્ડ 2જી અને 3જી હરોળમાં ડિફ્યુઝ્ડ એસી વેન્ટ

4.     સ્માર્ટફોન વાયરલેસ ચાર્જસ વિથ કૂલિંગ ફંક્શન

5.     રિયર ડોર સ્પોટ લેમ્પ વિથ કિયા લોગો પ્રોજેક્શન

6.     રિયર ડોર સનશેડ કર્ટેઈન્સ

7.     5 USB C ટાઈપ ઈન્ટરફેસીસ

8.     પ્રકાશ સાથેનું બોર્ડિંગ આસિસ્ટ હેન્ડલ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.