મરુધરાની ધરતી પર દુનિયાનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવાશે
જેસલમેર, દેશ ની આઝાદીના ૭૫ વર્ષની સ્મૃતિમાં રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં આર્મી વોર મ્યુઝિયમની નજીક એક પહાડીની ટોચ પર ખાદીથી બનેલો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. ૧૫ જાન્યુઆરીએ આર્મી ડે પર૨૨૫ ફૂટ લાંબો અને ૧૫૦ ફૂટ પહોળો ધ્વજ ફરકાવવામાં આવશે, જેનું વજન લગભગ ૧,૦૦૦ કિલો છે. તમને જણાવી દઈએ કે ધ્વજ ખાદી ગ્રામોદ્યોગદ્વારા બનાવવામાં આવ્યો છે.
આ ધ્વજ જેસલમેરમાં આર્મી સ્ટેશન પાસે જાેધપુર નેશનલ હાઈવે પર એક પહાડી પર ફરકાવવામાં આવશે. ડઝનબંધ મજૂરો અને જેસીબી મશીનો ધ્વજ લગાવવામાં રોકાયેલા છે. કહેવામાં આવી રહ્યું છે કે ધ્વજ ૩૭,૫૦૦ સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલો છે.
નોંધનીય છે કે અગાઉ ૨ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ મહાત્મા ગાંધીની ૧૫૨મી જન્મજયંતિના અવસરે ખાદીના કપડાથી બનેલો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ લદ્દાખના લેહમાં ફરકાવ્યો હતો, જેનું વજન ૧૪૦૦ કિલો હતું અને તે ૨૨૫ ફૂટ લાંબો અને ૧૫૦ ફૂટ પહોળો હતો. આ દરમિયાન લેહના લેફ્ટનન્ટ ગવર્નર આર કે માથુર અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ હાજર હતા.
આ સિવાય ગયા વર્ષે નવેમ્બરમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ દરમિયાન ભારતીય સેનાએ લદ્દાખમાં ૧૫,૦૦૦ ફૂટની ઊંચાઈ પર ૭૬ ફૂટ ઊંચો ધ્વજ ફરકાવ્યો હતો. ધ્વજનું નિર્માણ ભારતીય સેના અને ફ્લેગ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ જણાવ્યું કે આ ધ્વજ સ્વતંત્રતાના અમૃત ઉત્સવ અંતર્ગત ફરકાવવામાં આવ્યો હતો.HS