Western Times News

Gujarati News

મહેમાનોમાં ઘટાડો કરાતા લગ્ન કરનારની હાલત કફોડી

અમદાવાદ, ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ છે. માત્ર એક જ દિવસમાં કેસમાં ૧૩૦૦ જેટલો વધારો થઈને મંગળવારે (છેલ્લા ૨૪ કલાકમાં) ૭ હજારથી વધારે કેસ નોંધાયા હતા. કોવિડ-૧૯ના વધતા જતા કેસને નિયંત્રણમાં રાખવા અને લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને મંગળવારે સરકારે નવા નિયંત્રણો બહાર પાડ્યા હતા, જે મુજબ લગ્નપ્રસંગમાં માત્ર ૧૫૦ મહેમાનોને જ આમંત્રિત કરી શકાશે.

આ સિવાય જાે બંધ જગ્યામાં લગ્ન યોજવાના હોય તો જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા પરંતુ વધારેમાં વધારે ૧૫૦ લોકોને જ બોલાવી શકાશે. આ ગાઈડલાઈન્સ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૨ સુધી અમલમાં રહેશે. સરકારે નિયંત્રણો લાગુ કરી દીધા પરંતુ અહીંયા ખાસ કરીને તેવા લોકો માટે પ્રશ્ન ઉભો થાય છે, જેઓ આ મહિને ઘરે લગ્નનું મુહૂર્ત લઈને બેઠા છે.

કમુરતા પૂરા થઈ રહ્યા છે અને ૧૫મી જાન્યુઆરીથી ફરીથી લોકોને ત્યાં ઢોલ-નગારા વાગતા સંભળાશે. જેને આડે હવે ત્રણ દિવસની જ વાર છે. કેટલાકને ત્યાં તો ૧૫મી તારીખે જ પ્રસંગ છે અને તેમણે પહેલાની ગાઈડલાઈન્સ પ્રમાણે ૪૦૦ લોકોને આમંત્રિત પણ કરી દીધા છે. હવે, તેઓ કફોડી સ્થિતિમાં મૂકાયા છે.

અચાનક સંખ્યા ઘટાડી દેવાતા કોને બોલાવવા અને કોને ન પાડવી તેવી મૂંઝવણમાં છે. મળેલી માહિતી પ્રમાણે, કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં કેસો વધતાં ઘણાં લગ્નપ્રસંગો મુલતવી રાખવામાં આવી રહ્યા છે. લોકો લગ્નની તારીખ બદલાવી રહ્યા છે જ્યારે કેટલાંક લોકોએ તો લગ્ન કેન્સલ કર્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

ઉત્તરાયણનો તહેવાર પરિવાર સાથે મળીને ઉજવતા હોય છે પરંતુ તેમા પણ અન્ય લોકોને ધાબા પર ન બોલાવવા સહિતના જે નિયંત્રણો મૂકવામાં આવ્યા છે તેના કારણે પણ લોકોને મૂડ બગડ્યો છે. કારણ કે, ઉત્તરાયણની સાચી મજા જ્યારે બધા ભેગા મળી ઉજવણી કરે ત્યારે આવતી હોય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.