Western Times News

Gujarati News

L&Tએ વિશ્વના સૌથી મોટા કોક ડ્રમ્સ મેક્સિકો રવાના કર્યા

હઝિરા (સુરત, ગુજરાત), લાર્સન એન્ડ ટૂબ્રોની હેવી એન્જિનીયરિંગ કંપનીએ મેક્સિકો સરકારની માલિકીની ઓઇલ કંપની પેમેક્સ (પેટ્રોલીઓસ મેક્સિકેનોસ)ની પેટાકંપની પીટીઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચરા દા દેસારોલ્લો (પીટીઆઇ-આઇડી) દ્વારા મેક્સિકોમાં રિફાઇનરી પ્રોજેક્ટ માટે ઓર્ડર કરેલા વિશ્વના સૌથી મોટા છ કોક ડ્રમ્સ રવાના કર્યા હતા. આ દરેક ડ્રમનું વજન 658 ટન છે.

પેમેક્સ ડોસ બોકાસ રિફાઇનરી પ્રોજેક્ટમાં ડિલેયડ કોકિંગ યુનિટનો ભાગ આ કોક ડ્રમ્સ કમ્બાઇન ડિસ્ટિલેશન પ્લાન્ટમાંથી અવશેષોને ઉચ્ચ મૂલ્ય ધરાવતા ઉત્પાદનોમાં પરિવર્તિત કરશે. સુરત નજીક હઝિરામાં સ્થિત એલએન્ડટીના અદ્યતન ‘હેવી એન્જિનીયરિંગ કોમ્પ્લેક્સ’માં કોવિડ-19 મહામારી દરમિયાન સફળ નિર્માણ થયું હતું. કોવિડ-19 મહામારીને કારણે ઊભા થયેલા અસાધારણ પડકારો વચ્ચે પણ હેવી એન્જિનીયરિંગે ગ્રાહકોને સતત સેવા પ્રદાન કરી છે.

એલએન્ડટી એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર, હેવી એન્જિનીયરિંગના સીનિયર વીપી અને હેડ શ્રી અનિલ વી પરબે કહ્યું હતું કે,“અમે આ પ્રકારના પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ માટે વિશ્વના સૌથી મોટા કોક ડ્રમ્સ સપ્લાય કરવા માટે વિશ્વાસ મૂકવા બદલ પીટીઆઇ-આઇડીનો આભાર માનીએ છીએ. અમારા ક્લાયન્ટની અપેક્ષાઓ પૂરી કરવાની અને સમયસર કોક ડ્રમ્સ ડિલિવર કરવાની અમને ખુશી છે.”

શ્રી પરબે ઉમેર્યું હતું કે, “આ સફળતા સાથે અમે અમેરિકામાં એક ક્લાયન્ટ માટે આ જ પ્રકારના હેવી કોમ ડ્રમ્સ સપ્લાય કરવાના અમારા પોતાના માપદંડને તોડીને નવો માપદંડ સ્થાપિત કર્યો છે. અમને અમારા વિવિધ આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટને સૌથી વધુ મોટા, સૌથી ભારે અને સૌથી જટિલ ઉપકરણ સતત પૂરાં પાડવા પર ગર્વ છે.

આ પ્રકારના મોટા વોલ્યુમનું સંચાલન કરવા તથા નિર્ધારિત સમયરેખામાં સલામતી અને ગુણવત્તાના સર્વોચ્ચ ધારાધોરણો સાથે પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં અમારી હેવી એન્જિનીયરિંગ ક્ષમતાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સારી સાખ ધરાવે છે.”

આ પ્રસંગે પીટીઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચરા દા દેસારોલ્લો એસ. એ. દા સી. વી. (પીટીઆઇ-આઇડી)ના પ્રોજેક્ટ ડિરેક્ટર ડો. લીયોનાર્ડો કોર્નેજોએ કહ્યું હતું કે, “આ કોમ ડ્રમ્સ મેક્સિકોના રાષ્ટ્રીય મહત્વપૂર્ણ રિફાઇનરી પ્રોજેક્ટ માટે આવશ્યક ઉપકરણ છે અને અમને વિશ્વના સૌથી મોટા કોક ડ્રમ્સ બનાવવા માટે એલએન્ડટી સાથે જોડાણ કરવાની ખુશી છે.”

ડો. કોર્નેજોએ ઉમેર્યું હતું કે, “મોટા પાયે ફેબ્રિકેશનની કામગીરી સહિત આ પ્રકારના વિશાળ કોક ડ્રમ્સની સમયસર ડિલિવરી પ્રશંસનીય છે. અમને ટીમ એલએન્ટીના વિશ્વસનિય અને પારદર્શક અભિગમની ખુશી છે તથા અમે કંપનીને ભવિષ્યમાં આ પ્રકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે કિંમતી પાર્ટનર ગણીએ છીએ.”

એલએન્ડટીનું એ એમ નાયક હેવી એન્જિનીયરિંગ કોમ્પ્લેક્સ આંતરરાષ્ટ્રીય માપદંડ ધરાવતું, અદ્યતન, સંપૂર્ણ સંકલિત, ડિજિટલ સક્ષમ ઉત્પાદન સુવિધા છે. કોમ્પ્લેક્સે મેક ઇન ઇન્ડિયા મિશનમાં પ્રદાન કરવાનું જાળવી રાખ્યું છે. એલએન્ડટીની હેવી એન્જિનીયરિંગની તમામ સુવિધાઓ ઇન્ડસ્ટ્રી 4.0 સોલ્યુશન્સ સાથે સજ્જ છે,

જેથી એન્જિનીયર્ડ-ટૂ-ઓર્ડર ઉત્પાદન કરી શકે. એલએન્ડટીનો હેવી એન્જિનીયરિંગ વ્યવસાય રિફાઇનરી, ઓઇલ અને ગેસ, પેટ્રોકેમિકલ્સ, ખાતર અને પરમાણુ ઊર્જા ક્ષેત્રોમાં વૈશ્વિક ગ્રાહકોને ટેકનોલોજી સાથે સજ્જ ઉપકરણ અને સિસ્ટમ પૂરી પાડવાનો ઉત્કૃષ્ટ ટ્રેક રેકોર્ડ ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.