Western Times News

Gujarati News

કેન્દ્રે કેમિકલયુક્ત લિક્વિડને નિયંત્રણમાં લાવવા પ્રયાસ કર્યો

નવીદિલ્હી, કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં અટકાવવા માટેની દિશામાં મહત્વપૂર્ણ પગલું લીધું છે. જેથી આગામી દિવસોમાં હવે કરિયાણાની દુકાનમાં લાઇસન્સ વિના સેનેટાઇઝર, ઘર વપરાશના ફિનાઇલ કે કેમિકલ ધરાવતા લિક્વિડના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેનો આગામી સમયમાં અમલ કરવામાં આવશે.

આ બાબતે ઇન્ડિયન ડ્રગ્સ મેન્યુફેક્ચર એસોસિએશનના નેશનલ પ્રેસિડન્ટ વિરંચી શાહે જણાવ્યું કે લોકહિતમાં આ મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે જેથી લોકો ગેરમાર્ગે નહીં દોરાય અને સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ મળી રહેશે.

આ સંદર્ભે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ-૧૯૯૪માં સુધારો કરીને ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા કેમિકલયુક્ત લિક્વિડને નિયંત્રણમાં લાવવા પ્રયાસ કર્યો છે.

આ એક્ટમાં અલગ અલગ દવાના ઉપયોગ અને તેના મહત્વ પ્રમાણે અ થી લઇને િ સુધી વિભાજન કરવામાં આવ્યું છે.જે સંદર્ભે સેનેટાઇઝર, હાર્પિક, લાઇઝોલ વગેરે જેવા કેમિકલયુક્ત લિક્વિડનો સમાવેશ શિડ્યુલ ‘ છ’માં કરવામાં આવ્યો છે. જેથી તેના ઉત્પાદનની સાથે-સાથે તેના વેચાણ માટે ધારાધોરણ પ્રમાણે લાયસન્સ ધારક દુકાનદાર જ વેચાણ કરી શકશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.