Western Times News

Gujarati News

સલમાનની છત્રછાયાથી દૂર જવા માગે છે યૂલિયા વંતૂર

મુંબઈ, યૂલિયા વંતૂર હાલ ગુરુ રંધાવા સાથેના સોન્ગ મેં ચલાના કારણે ચર્ચામાં છે. રોમેન્ટિક ટ્રેક ધરાવતા આ મ્યૂઝિક વીડિયોમાં સલમાન ખાન અને પ્રજ્ઞા જયસ્વાલે કામ કર્યું છે. ર્રૂે્‌ેહ્વી પર સોન્ગને સારા વ્યૂ મળ્યા છે. સોન્ગની સફળતા માણી રહેલી યૂલિયા વંતૂરે હાલમાં વાતચીત કરતાં તે સલમાન ખાનની છત્રછાયામાંથી બહાર નીકળી પોતાની અલગ ઓળખ બનાવવા માગતી હોવા વિશે વાત કરી હતી.

યૂલિયા વંતૂરે કહ્યું હતું કે, સલમાન ખાન એક સારો વ્યક્તિ છે અને જબરદસ્ત એક્ટર પણ આ ફીલ્ડમાં તેને સારો અનુભવ છે. જ્યારે તમે તેની આસપાસ હોવ ત્યારે ઘણું શીખવા મળે છે. જ્યાં સુધી મારા પોતાના વિશે વિચારવાની વાત છે ત્યારે મારે પોતાની ઓળખ સાથે કામ કરવું છે.

હું તેના પર પણ કામ કરી રહી છું. ખાસ કરીને લોકો અહીંયા મને સારી રીતે ઓળખતા થી. તેથી, મારા માટે તે કરવું વધારે જરૂરી છે. સલમાન ખાન જેવા સુપરસ્ટારની છત્રછાયામાંથી નીકળવું કેટલું સરળ છે, તેના વિશે પૂછતાં યૂલિયા વંતૂરે કહ્યું હતું કે, તમારે તેના માટે વધારે એફર્ટ લગાવવા પડશે.

નિશ્ચિત રીતે તેમા ફાયદો અને નુકસાન બંને છે. તેના સાથના કારણે તમને વિઝિબિલિટી મળે છે. મેં કહ્યું તેમ તેના ઈનપુટ્‌સ, તેનો અનુભવ મદદ કરે છે. પરંતુ અંતમાં તમારે પોતાને મહેનત કરવાની છે, વધારે મહેનત કરવાની છે. જેથી પોતાની ઓળખ બનાવી શકો. લોકો કામથી, યૂલિયાના નામથી ઓળખી શકે. મને લાગે છે, એક બાબત જે દરેક કોઈ ઈચ્છે છે તે છે-પોતાના કામ માટે સન્માન. સોન્ગમાં યૂલિયા વંતૂર સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતી જાેવા મળશે તેવી ફેન્સને આશા હતી.

પરંતુ તેમ થયું નહીં. તો શું ભવિષ્યમાં બંને સ્ક્રીન પર સાથે જાેવા મળશે? તેમ પૂછતા તેણે કહ્યું હતું કે, મને ખબર નથી. જર્ની ક્યાં લઈ જાય છે તે જાેઈશું. આ સિવાય સલમાન સાથે કામ કરવું તે આશીર્વાદ સમાન છે. જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી સલમાન ખાનનું નામ યૂલિયા વંતૂર સાથે જાેડાઈ રહ્યું છે. બંને કથિત રીતે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જાે કે, બંનેમાંથી કોઈએ આ વિશે વાત કરી નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.