Western Times News

Gujarati News

અભિનેત્રી અનન્યા પાંડે Ooops મુવમેન્ટનો શિકાર થઈ

મુંબઈ, ફિલ્મ ગહેરાઇયાંનાં પ્રમોશન કરવાં માટે સ્ટાર્સ તનતોડ મહેનત કરી રહ્યાં છે. ત્યારે ફિલ્મ પણ કોઈને કોઈ કારણે ચર્ચામાં આવી રહી છે. આ ફિલ્મમાં દીપિકા લગ્ન બાદ વધુ બોલ્ડ જાેવા મળી છે. એક્ટર્સે આ ફિલ્મનું પ્રમોશન શરુ દીધું છે. પરંતુ પ્રમોશન કરતા સમયે બધી લાઈમલાઈટ અનન્યા પાંડેએ જ લુંટી લીધી છે.

તેનો વિડિયો હવે સોશ્યલ મીડિયા પર આગની જેમ વાયરલ થઇ રહ્યો છે. અનન્યા પાંડે મુંબઈના ઠંડા હવામાનમાં બ્રા ટોપ પહેરવા બદલ ટ્રોલ થઈ હતી. તે મજાકનું પાત્ર બની ગઇ હતી. મુંબઇમાં જ્યાં હાલ આટલી ઠંડી પડી રહી છે, તે સમયે ફિલ્મનાં પ્રમોશનમનાં ત્રીજા દિવસે અનન્યા પાંડે બ્રા ટોપ પહેરી હતી, જેમાં તે સેક્સી અને સિઝલિંગ હોટ લાગી રહી હતી.

ફિલ્મ ગહેરાઇનાં પ્રમોશનમાં અનન્યા પાંડએ લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ હતુ, ફાઇવ-સ્ટાર હોટલમાં સીડીઓથી નીચે ઉતરતી વખતે તે પોતાનો મીની ડ્રેસ સરખો કરતી નજરે પડી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર લોકો શેર કરી રહ્યાં છે, આ સાથે જ લોકો તેની મજાક પણ ઉડાવી રહ્યાં છે.

એક યુઝરે કટાક્ષ કરતાં લખ્યું કે, આ શોર્ટ્‌સને મેનેજ કરવા માટે આટલો મોટો સંઘર્ષ. તમારા સંઘર્ષ માટે મોટી સલામ. તો બીજા એક યુઝરે કહ્યું, કે તે ડ્રેસમાં સ્પષ્ટ પણે અનકફર્ટેબલ લાગી રહી છે.

આમ યુઝર્સ અભિનેત્રી અનન્યા પાંડેની તેના ડ્રેસનાં કારણે મજા લેતા જાેવા મળ્યા. આ પહેલીવાર નથી કે, અભિનેત્રી પોતાનાં કપડાને લઇને ટ્રોલ થઇ હોય, આ પહેલાં અનન્યા પાંડે શિયાળામાં બિકીની ટોપ પહેરીને ટ્રોલ થઈ હતી. પ્રમોશનમાં અનન્યાનાં કપડાંના કારણે તે ઠંડીથી ધ્રુજી રહી હતી.

જેના કારણે ગહેરાઈયાના સહ-અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી અનન્યાને પોતાનું બ્લેઝર પહેરાવ્યું હતુ. અનન્યાએ બ્રાઉન સાટિન બ્રા ટોપ પહેર્યું હતું, જેની સાથે સફેદ ફ્લેર્ડ પેન્ટ અને હાઈ હીલ્સ પહેર્યાં હતા, આ દરમિયાન આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં યુઝર્સ કમેન્ટ કરી રહ્યાં હતા.

જેમાં ઘણાએ એમ પણ કહ્યું કે, ઠંડીમાં પણ મેડમ ફેશન કરશે! ઉલ્લેખનીય છે કે, શકુન બત્રા દ્વારા દિગ્દર્શિત ગેહરૈયાંમાં દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને ધૈર્ય કારવા છે.

દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડે ફિલ્મમાં પિતરાઈ બહેનની ભૂમિકામાં છે, સિદ્ધાંત અને દીપિકાના પાત્રો વચ્ચેની મુલાકાત બાદ તેમની વચ્ચે રોમેન્ટિક લાગણીઓ ઉદ્ભવે છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ ચર્ચામાં છે, કેમકે તેમાં દીપિકા તથા સિદ્ધાંતના જબરા કિસિંગ સિન બતાવવામાં આવ્યા છે. ફિલ્મને લઈને ફેંસમાં ભારે ઉત્સુકતા જાેવા મળે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.