Western Times News

Gujarati News

૨૦૦૮ માલેગાંવ વિસ્ફોટ: RSS નેતાઓના નામ લેવા મજબૂર કરાયો: સાક્ષી

(એજન્સી)નવી દિલ્હી, ૨૦૦૮માં મહારાષ્ટ્રના માલેગાંવ વિસ્ફોટના કેસમાં વધુ એક સાક્ષી કોર્ટમાં ફરી ગયો છે. આ ૧૭મો સાક્ષી છે. Malegaon blast case 2008 | Another witness turns in the case trial. This is the 17th hostile witness. He told the court that he was kidnapped by ATS and was kept in illegal custody for three-four days, and was forced to take names of RSS leaders in the case.

જેણે સાક્ષી આપવા માટે ના પાડી દીધી છે અને તેણે મહારાષ્ટ્ર એટીએસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.આ સાક્ષીએ કહ્યુ હતુ કે, મહારાષ્ટ્ર પોલીસની એટીએસ દ્વારા મારુ અપહરણ કરવામાં આવ્યુ હતુ અને મને ચાર દિવસ સુધી અટકાયતમાં રખાયો હતો.

મને આ બ્લાસ્ટના આરોપી તરીકે આરએસએસના નેતાઓના નામ લેવા માટે મજબૂર કરાયો હતો. દરમિયાન આ કેસમાં ૧૫મા સાક્ષીએ પણ અગાઉ આવાજ આરોપ લગાવીને કહેવાયુ હતુ કે, મારા પર પોલીસે આ બ્લાસ્ટમાં યોગી આદિત્યનાથ, આરએસએસના સિનિયર નેતા ઈન્દ્રેશ કુમાર અને સ્વામી અસિમાનંદનુ નામ લેવા માટે દબાણ કર્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.