Western Times News

Gujarati News

વેલેન્ટાઈન ડેઃ પોતાની પસંદગીની યુવતી કે યુવકને પ્રપોઝ કરશે

નવી દિલ્લી, વેલેન્ટાઈન વીક હવે શરૂ થવાની તૈયારી છે. જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગિફ્ટ શોપ હોય કે પછી ઓનલાઈન ઈ-કોમર્સ સાઈટ, બધાએ ડિસ્કાઉન્ટ ઓફર્સ આપવાની શરૂ કરી દીધી છે. જેથી પ્રેમી પંખીડા આ વીકને સારી રીતે સેલિબ્રેટ કરી શકે.

જે પ્રમાણે પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને ચિંતા સતાવવા લાગે છે. તેવી જ રીતે લવર્સ વેલેન્ટાઈન વીક નજીક આવતાં જ નવર્સ થઈ જાય છે કે તે પોતાના સમવન સ્પેશિયલને કેવી રીતે સ્પેશિયલ ગિફ્ટ આપીને સારું ફીલ કરાવશે અને દરેક દિવસને કઈ રીતે ખાસ બનાવશે.

પ્રપોઝ ડે વેલેન્ટાઈન વીકનો બીજાે દિવસ હોય છે. આ દિવસે બધા પોતાની પસંદગીની યુવતી કે યુવકને પ્રપોઝ કરે છે. કહેવામાં આવે છેકે આ પ્રપોઝ કરવા માટે સૌથી સારો દિવસ હોય છે. આ દિવસે જાે તમે કોઈ ખાસ વ્યક્તિને પ્રપોઝ કરવા માગો છો તો કોઈ રોમેન્ટિક જગ્યા પર તેને પ્રપોઝ કરી શકો છો. જાે તમે કોઈ કારણથી મળી શકતા નથી તો વીડિયો કોલ્સ પર પોતાના દિલની વાત કહી શકો છો.

વેલેન્ટાઈન વીક ડેના ત્રીજા દિવસને ચોકલેટ ડેના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે પાર્ટનરને ચોકલેટ આપીને આ દિવસને ખાસ બનાવી શકો છો. જાે તમે આ દિવસને ખાસ બનાવવા માગો છો તો પોતાના હાથથી બનાવેલી ચોકલેટ આપી શકો છો. જેને મેળવીને તમારી પાર્ટનર ઘણી ખુશ થઈ જશે. આ દિવસે પોતાની પાર્ટનરને ટેડી ગિફ્ટ કરવું ઘણું સારું હોય છે. યુવતીઓને ટેડી ઘણું પસંદ આવે છે.

જાે તમે તમારી પાર્ટનરને ટેડી ગિફ્ટ કરો છો તો યાદ રાખો ગુલાબી કે લાલ રંગનું ટેડી ગિફ્ટ કરો. જે તેને વધુ પસંદ આવશે. તેનું કારણ એ છે કે યુવતીઓને લાલ અને ગુલાબી રંગ ઘણો પસંદ હોય છે. વેલેન્ટાઈન ડેના પાંચમા દિવસને પ્રોમિસ ડે તરીકે ઉજવવામાં આવે છે.

આ દિવસે કપલ એકબીજાને કંઈક પ્રોમિસ કરે છે. અને તેને નિભાવે છે. જાે તમે પણ પોતાની પાર્ટનરને કંઈક પ્રોમિસ કરવા માગો છો તો યાદ રાખો પ્રોમિસ કરતા સમયે અને દિલની વાત કહેતા સમયે આંખથી આંખ મેળવીને વાત કરો. ગર્લ્સને એવા લોકો પસંદ હોય છે જે વિશ્વાસની સાથે તેમની આંખમાં આંખ નાંખીને વાત કરે. ગળે મળવું એટલે હગ કરવાના અલગ-અલગ અર્થ હોય છે.

કેટલાંક લોકો એકબીજાથી અલગ થતાં સમયે હગ કરે છે. તો કેટલાંક દોસ્તીમાં હગ કરે છે. પરંતુ વેલેન્ટાઈન વીકમાં તમે તમારા પાર્ટનરને પ્રેમથી ભરપૂર હગ કરીને પોતાના પ્રેમને વધારે મજબૂત કરી શકો છો. આ દિવસને કિસ ડેના રૂપમાં ઉજવવામાં આવે છે.

કિસ ડેના દિવસે પોતાના પાર્ટનરને કિસ કરીને તેને ખાસ હોવાનો અહેસાસ કરાવી શકો છો. ફાઈનલી ૧૪ ફેબ્રુઆરીએ તે દિવસ હોય છે. જેની બધી આતુરતાથી રાહ જાેતા હોય છે. આ દિવસે તમે પાર્ટનરની સાથે રોમેન્ટિક લંચ પર જઈ શકો છો કે પછી લોંગ રાઈડ પર જઈ શકો છો. પાર્ટનર સાથે મળીને આ દિવસને ખાસ બનાવો. પરંતુ જાે કોઈ કારણથી મળી શકતા નથી તો વર્ચ્યુઅલી તેને ખાસ બનાવવાનો જરૂર પ્રયાસ કરો. તમે બંને માટે ફૂડ ઓર્ડર કરો અને પછી સાથે વીડિયોકોલ પર એકસાથે લંચ કરી શકો છો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.