Western Times News

Gujarati News

સલમાન ખાને લતા મંગેશકરનું ગીત ગાતો વીડિયો પોસ્ટ કર્યો

મુંબઈ, સલમાન ખાન સોશ્યલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાની સાથે જાેડાયેલી અપડેટ પણ ફેન્સ સાથે શેર કરે છે.
સલમાનની દરેક પોસ્ટ પર તેમના ફેન્સ ખૂબ પ્રેમ વરસાવે છે. સલમાન ખાને હવે પોતાના સોશ્યલ મીડિયા પર એકવાર ફરી એવી પોસ્ટ કરી દીધી છે, જે બાદ તે ચર્ચામાં આવી ગયા છે અને લોકોના વખાણ કરી રહ્યા છે.

જાેકે, સલમાન ખાને લતા મંગેશકરનુ ગીત ગાતા પોતાનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેઓ દિવંગત વેટરન સિંગર લતા મંગેશકરના મશહૂર ગીતને ગુનગુનાતા જાેવા મળી રહ્યા છે. સલમાન ખાને પોતાના આ વીડિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આ વીડિયોમાં તે લતા મંગેશકરના મોસ્ટ પોપ્યુલર ગીત લગ જા ગલે ને ગાઈ રહ્યા છે. આ વીડિયોને શેર કરતા એક્ટરે આને કેપ્શનમાં લખ્યુ છે, “ન કોઈ થા, ન કોઈ હોગા આપકે જૈસા લતા જી”. આ વીડિયોને થોડી જ વારમાં ૯ લાખ કરતા પણ વધારે લાઈક્સ મળી ગયા છે.

સોશ્યલ મીડિયા યુઝર્સ પણ આની પર પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. બોલીવુડ સેલેબ્સ પણ સલમાન ખાનના વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે.

એક સોશ્યલ મીડિયા યુઝરે વીડિયો પર કમેન્ટ કરતા લખ્યુ છે “લવ યુ સલમાન સર”, તો એક અન્ય યુઝરે લખ્યુ છે, “યુ લુક ફેબ”. આ પ્રકારના લોકો દિલ અને ફાયર ઈમોજી પણ બનાવીને ભાઈના વીડિયો પર પ્રેમની વર્ષા કરી રહ્યા છે. તાજેતરમાં જ સલમાન ખાનનુ ગીત ‘ડ્ઢટ્ઠહષ્ઠી ઉૈંર સ્ી’ આવ્યુ હતુ. જે લોકોએ ખૂબ પસંદ કર્યુ હતુ. જલ્દી જ એક્ટર કેટરીના કેફની સાથે ટાઈગર ૩ માં જાેવા મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.