ચાલુ શુટિંગમાં હાર્ડી સંધુનું પેન્ટ જ ઉતરી ગયું
મુંબઈ, હાલના સમયમાં તો સિંગર પણ પોતાના મ્યૂઝિક વીડિયોમાં એક્ટિંગ કરતા, ડાન્સ કરતા જાેવા મળે છે. આવું જ કઈક પંજાબી ગાયક હાર્ડી સંધુ પણ કરવા લાગ્યો છે અને લોકો તેને પસંદ પણ કરે છે. પરંતુ એકવાર તો કઈક એવું બન્યું કે હાર્ડી સંધુનું પેન્ટ જ ઉતરી ગયું અને સામે ઊભેલી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી તો જાણે સ્તબ્ધ જ થઈ.
સિંગરનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. પંજાબનો જાણીતો સિંગર હાર્ડી સંધુ માત્ર બાળકોને જ નહીં પણ નાના મોટા બધાને જ પસંદ છે. જ્યારે પણ હાર્ડી સંધુ કોઈ ગીત ગાય છે તો તેના ફેન્સ તેને સાંભળવા માટે આતુર રહે છે.
યુવતીઓમાં તો હાર્ડી સંધુનો અલગ જ ક્રેઝ જાેવા મળે છે. જ્યારે પણ હાર્ડી સંધુ કોઈ ગીત ગાય છે ત્યારે તે ચારેકોર છવાઈ જાય છે. હાર્ડી સંધૂનું એક પણ ગીત એવું નહીં હોય કે લોકોને નાપસંદ હોય. હાલમાં જ તેનું બીજલી બીજલી ગીત રિલીઝ થયું હતું.
જેણે દરેકને દીવાના કરી નાખ્યા હતા. આ ગીતના તાલ પર બાળકોથી લઈને વૃદ્ધો દરેક ડાન્સ કરવા માટે મજબૂર થઈ ગયા હતા. ઈન્સ્ટાગ્રામ પર તો જેને જુઓ તે આ ગીત પર રીલ્સ બનાવી રહ્યા હતા. પરંતુ હાર્ડી સંધૂ માટે બીજલી બીજલી ગીત ખુબ ખાસ છે.
આવું એટલા માટે નહીં કે આ ગીત લોકોને ખુબ ગમ્યું હતું. પરંતુ એટલા માટે કારણ કે આ ગીતથી હાર્ડી સંધુની એક યાદ જાેડાયેલી છે. હાલમાં જ હાર્ડી સંધુએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
હાર્ડી સંધુના આ ગીતમાં જાેઈ શકાય છે કે તે બીજલી બીજલી ગીતનું શુટિંગ કરી રહ્યો હતો ત્યારે જ તેની સાથે કઈંક એવું થયું કે જેના કારણે તે શરમથી લાલચોળ થઈ ગયો હતો. હાર્ડી સંધુ અને શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી બીજલી બીજલી ગીતનું શુટિંગ કરી રહ્યા હતા. શુટિંગ દરમિયાન સેટ પર અન્ય લોકો પણ હાજર હતા. વીડિયોમાં જાેઈ શકાય છે કે હાર્ડી સંધુ અને પલક તિવારી ડાન્સર્સ સાથે શુટિંગ કરી રહ્યા હતા. શુટિંગ ચાલુ હતું અને ત્યારે જ અચાનક ડાન્સ કરતી વખતે હાર્ડી સંધુનું પેન્ટ ઉતરી ગયું.
આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. જ્યારે હાર્ડી સિંધુને ખબર પડી કે તેનું પેન્ટ છોકરીઓ સામે ઉતરી ગયું તો તે શરમથી લાલ ચોળ થઈ ગયું. પરંતુ થોડીવારમાં જ તે ખુલ્લા પેન્ટમાં પણ ડાન્સ કરવા લાગ્યો. હાર્ડી સંધુએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો પોતે શેર કર્યો છે જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. મજેદાર વાત એ છે કે હાર્ડી સંધુએ આ પેન્ટની નીચે એક અન્ય પેન્ટ પહેરેલું હતું જેના કારણે તેની ઈજ્જત બચી ગઈ.SSS