ડાન્સ કરતી વખતે દીપિકા સિંહનું હવામાં ઉડ્યું ફ્રોક
મુંબઇ, ટીવીનો લોકપ્રિય શો ‘દિયા ઔર બાતી હમ’ ઘણા વર્ષોથી લોકોના દિલ પર રાજ કરી રહ્યો છે. આ શોમાં સંધ્યા બિંદણીના રોલથી ફેમસ બનેલી એક્ટ્રેસ દીપિકા સિંહ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. એક્ટિંગની સાથે દીપિકા સિંહ ડાન્સિંગમાં પણ માહેર છે. તે દરરોજ તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.
પરંતુ આજે અમે તમને તેનો એક એવો જ ડાન્સ વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ જેમાં જાેરદાર પવને તેને દગો દીધો અને દીપિકાનો ડ્રેસ ઉડી ગયો. હાલમાં દીપિકા સિંહનો ગત વર્ષનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ના ‘બન કે તિતલી દિલ ઉડા’ ગીત પર ડાન્સ કરતી જાેવા મળે છે.
પરંતુ આપણે આ વીડિયોમાં જાેઈ શકીએ છીએ કે ડાન્સ કરતી વખતે તેનું નાનું ફ્રોક હવામાં ઉડે છે અને તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની જાય છે. પીળા રંગનું ફ્રોક પહેરીને તે પર્વતોની વચ્ચે ડાન્સ કરતી જાેવા મળે છે. ડાન્સ કરતી વખતે તેનું ફ્રોક પવનથી ઉડી જાય છે અને સમગ્ર મામલો કેમેરામાં કેદ થઈ જાય છે.
જાે કે, બીજી જ ક્ષણે, દીપિકા ઝડપથી ફ્રોક પકડી લે છે અને ફરીથી ડાન્સ કરવાનું શરૂ કરે છે. આ વીડિયોમાં દીપિકાએ પીળા રંગનો ફ્લોરલ ડ્રેસ પહેર્યો છે. દીપિકાનો આ વીડિયો અત્યાર સુધીમાં લાખો વખત જાેવામાં આવ્યો છે.
તમને યાદ અપાવીએ કે ગત વર્ષે મુંબઈમાં આવેલા તોફાન દરમિયાન દીપિકા સિંહને ટ્રોલ કરવામાં આવી હતી. તેના ડાન્સ વીડિયોએ લોકોને ગુસ્સો અપાવ્યો હતો.
હકિકતમાં જ્યાં વાવાઝોડાને કારણે કરોડોનું નુકસાન થયું હતું ત્યાં દીપિકા સિંહ વરસાદમાં ભીંજાઈને ડાન્સ કરી રહી હતી. લોકોએ તેમની જાેરદાર ટીકા કરી હતી.SSS