Western Times News

Gujarati News

અમદાવાદના RPF સ્ટાફે સોનાના દાગીનાથી ભરેલી બે બેગો મુસાફરને સોંપી

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળને સમર્પિત સ્ટાફ પોતાના  આદરણીય ગ્રાહકોને સુખદ અને સલામત મુસાફરી આપવા માટે હંમેશા આગળ રહે છે.  આ ક્રમમાં, મંડળ રેલ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, તાજેતરમાં અમદાવાદ પોસ્ટના SIPF ચેતન કુમારને કોનકોર્સ હોલમાં બે લાવારિસ બેગ મળી આવી હતી.

બંને બેગને ડેપ્યુટી એસ.એસ.ની ઓફિસમાં લાવીને ખોલીને જોયા પછી લાલ કલરના બેગમાંથી  પહેરવાના કપડાં, 01 ટાઇટન ઘડિયાળ, 03 નંગ સોનાની ચેઇન અને અન્ય કોસ્મેટિક વસ્તુઓ અને અન્ય ગ્રે રંગની બેગ ખોલવા પર પહેરવાના કપડાં, 02 નંગ ગળાનો હાર, 02 જોડી કાનના ટોપ્સ, 01 નંગ પગની પાયલ, 01 નંગ કટાર મળી  આવ્યા બેગમાંથી એક મોબાઈલ નંબર મળી આવ્યો,

જેના પર સંપર્ક કરવા પર પોતાનું નામ જેમિશ મનહર ભાઈ ગાલીયા ઉમર – 22 વર્ષ, રહેવાસી મુખ્ય શેરી, ઈંગોરોલા ભાવનગર જણાવવામાં આવ્યું બેગ વિશે પૂછતાં તેણે જણાવ્યું કે તે પીએનઆર નં. 8147180724 હેઠળ તે ભોપાલથી અમદાવાદ સુધી પોતાના પરિવાર સાથે પ્રવાસ કર્યો છે અને પ્રવાસ દરમિયાન તેની પાસે કુલ 25 થી 30 બેગ હતી.

અમદાવાદ રેલ્વે સ્ટેશનથી નીકળતી વખતે ઉપરોક્ત બંને બેગ પ્લેટફોર્મ નં. 01 પાસે કોન્કોર્સ હોલમાં ભૂલી ગયા હતા તે જણાવ્યું હતું.

પછી તે વ્યક્તિને બોલાવીને સામાનની સત્યતાની ખાતરી કર્યા બાદ બંને બેગ ખોલીને તે સહી સલામત મળી આવવા પર તેનો સામાન સલામત રીતે સોંપવામાં આવ્યો હતો મુસાફર દ્વારા સામાનની કુલ કિંમત અંદાજે રૂ 465000/- બતાવવામાં આવી જેણે સુરક્ષિત રીતે પરત મેળવવા બદલ રેલવેનો આભાર માન્યો હતો.

અમદાવાદ મંડળના ડીઆરએમ શ્રી તરૂણ જૈન અને સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર એસ.એસ. અહેમદે  સંબંધિત રેલ્વે કર્મચારીદ્વારા કરવામાં આવેલ ત્વરિત કાર્યવાહી, પ્રમાણિકતા અને કામ પ્રત્યે સમર્પણની પ્રશંસા કરી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.