અંકલેશ્વરની સહજાનંદ કેમિકલને ક્લોઝર અને ૫૦ લાખનો દંડ ફટકારતું GPCB
ભરૂચ : ગત તારીખ ૦૩/૧૦/૨૦૧૯ ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ સહજાનંદ કેમિકલ માંથી ગેરકાયદેસર રીતે ટેન્કર દ્વારા અમદાવાદ તરફ કેમિકલ નિકાલ ની પ્રવૃત્તિ થતી હતી.જેની જાણકારી પ્રકૃતિ સુરક્ષા મંડળ ને થતા તેઓ દ્વારા ભરૂચ જીપીસીબી ના પ્રાદેશિક અધિકારી ને કરાતા પ્રાદેશિક અધિકારી ફાલ્ગુન મોદી દ્વારા ટેન્કર ને નબીપુર પાસે ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બાબત ની માહિતી વડી કચેરી ને કરવામાં આવી હતી.
જ્યાં આ બનાવ ની ગંભીરતા ને ધ્યાને લઈ વડી કચેરી દ્વારા સહજાનંદ કેમિકલ ને તાત્કાલિક અસર થી ક્લોઝર તેમજ ૫૦ લાખ રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ બાબત ની પોલીસ ફરિયાદ પણ પ્રાદેશિક અધિકારી દ્વારા કરવામાં આવેલ છે જેની તપાસ પણ હાલ ચાલી રહેલ છે.આમ આ કાર્યવાહી થી ગેરકાયદેસર કેમિકલ નિકાલ ના કૃત્યો કરનારાઓ માં ભય નો માહોલ સર્જાયો છે.