Western Times News

Gujarati News

રાકેશ બાપટે શમિતા શેટ્ટીને ગણાવી મિત્ર

મુંબઇ, માર્ચ મહિનાની શરૂઆતમાં રાકેશ બાપટ અને શમિતા શેટ્ટી, જેઓ મ્ૈખ્તખ્ત મ્ર્જજ ર્ં્‌્‌ના ઘરમાં પ્રેમમાં પડ્યા હતા, તેમનું બ્રેકઅપ થયું હોવાના સમાચાર વહેતા થયા હતા, જાે કે બંનેએ તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં તેમની વચ્ચેનો પ્રેમ યથાવત્‌ હોવાની સ્પષ્ટતા કરી હતી.

તેમ છતાં, તેમની વચ્ચે કંઈક ઠીક ન હોવા અંગે નવા-નવા રિપોર્ટ્‌સ આવતા રહ્યા. આ દરમિયાન રાકેશ બાપટ અને શમિતા શેટ્ટી ઘણીવાર સાથે મૂવી ડેટ તેમજ ડિનર ડેટ પર જતા જાેવા મળ્યા હતા. આટલું જ નહીં તેમણે હોળીની ઉજવણી પણ શેટ્ટી પરિવાર સાથે કરી હતી.

રાકેશ બાપટે તેના શમિતા શેટ્ટી સાથેના સંબંધો કયા સ્ટેજ પર છે તેના પર ખુલીને વાતચીત કરી હતી. રાકેશ બાપટ હાલ વતન પુણેમાં રહે છે, હકીકતમાં તે પહેલી પત્ની રિદ્ધિ ડોગરા સાથે ડિવોર્સ થયા ત્યારથી ત્યાં શિફ્ટ થઈ ગયો છે. તે તેના માતા-પિતા સાથે રહે છે.

અફવા એવી ઉડી હતી કે, શમિતા શેટ્ટી ઈચ્છતી હતી કે રાકેશ બાપટ મુંબઈમાં રહે પરંતુ તેણે ના પાડતા બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. આ અંગે પ્રતિક્રિયા આપતા એક્ટરે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘આવી અફવાઓ ક્યાંથી આવે છે, તે મારી સમજની બહાર છે.

અમે આવા મુદ્દા પર વાત જ નથી કરતા’. બંને સોશિયલ મીડિયા પર બ્રેકઅપની અફવાને નકારી ચૂક્યા છે. તેમ છતાં, જ્યારે રાકેશ બાપટ તેમની રિલેશનશિપ કયા તબક્કામાં છે, તેમ પૂછતા તેણે જવાબ આપ્યો હતો કે, ‘હું તેને રિલેશનશિપ નામ આપવા ઈચ્છીશ નહીં.

તે બોન્ડ છે. શમિતા શેટ્ટી મારી પ્રિય મિત્ર છે. મિત્રતા એટલી મજબૂત હોવી જાેઈએ કે કોઈ પણ બાબતની તેના પર અસર થાય નહીં. બે લોકો એકબીજાની કંપની એન્જાેય કરી રહ્યા છે, એકબીજા માટે કાળજી રાખે છે. જાે તમે તેને નામ આપવા માગતા હોય તો, તે નામની ગેમ છે. તે એવી મહિલા છે, જેનો હું ખરેખર આદર કરું છું’.

રાકેશ બાપટ અને શમિતા શેટ્ટીના બ્રેકઅપના સમાચાર આવતા ફેન્સને આંચકો લાગ્યો હતો. અગાઉના રિપોર્ટ્‌સ પ્રમાણે, રાકેશ અને શમિતા વચ્ચે નાની વાતોને લઈને ઘણા ઝઘડા થયા હતા. જે બાદ તેમણે વાતચીત કરવાનું પણ બંધ કરી દીધું હતું. જાે કે, શમિતાના મમ્મી સુનંદા શેટ્ટી રાકેશ બાપટને પહેલાથી પસંદ કરે છે. તેથી, તેમણે બંનેના ઝઘડામાં મધ્યસ્થી કરવાનું કામ કર્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.