Western Times News

Gujarati News

કાજલ અને ગૌતમ કીચલુના દીકરાનું નામ નીલ કીચલુ છે

મુંબઈ, સિંઘમની એક્ટ્રેસ Kajal Agrawal અને પતિ Gautam Kitchlu ૧૯ એપ્રિલે પેરેન્ટ્‌સ બન્યા છે. કાજલે દીકરાને જન્મ આપ્યો છે. હવે તેમના દીકરાના નામનો પણ ખુલાસો થઈ ગયો છે. કાજલ અગ્રવાલની બહેન અને એક્ટ્રેસ નિશા અગ્રવાલએ ભાણિયાના નામનો ખુલાસો કર્યો છે.

નિશાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક લાંબી નોટ લખીને કાજલ-ગૌતમને અભિનંદન પાઠવવાની સાથે તેમના દીકરાના નામનો ખુલાસો કર્યો છે. કાજલ અગ્રવાલ અને ગૌતમ કીચલુના દીકરાનું નામ નીલ કીચલુ છે.

નામનો ખુલાસો કરવાની સાથે કાજલ અને ગૌતમના પરિવારો બાળકના આગમનથી અતિશય ખુશ હોવાનું પણ જણાવ્યું છે. નિશાએ લાંબી નોટમાં બહેન-જીજાજીને અભિનંદન આપતાં લખ્યું, “ગઈકાલની સવાર સૌથી પર્ફેક્ટ હતી. અમે અમારા વહાલા ભાણિયાનું સ્વાગત કર્યું જેણે અમારી દુનિયાને વધુ સુંદર બનાવી છે.

તેના ખૂબસૂરત સ્મિત અને ચમકતી આંખોએ અમારા દિવસમાં ઉજાસ પાથરી દીધો. તેના નાનકડાં પગ અને હાથ અને પર્ફેક્ટ નખ તમને આનંદ આપશે.

નીલ કીચલુ અમારી દુનિયામાં તને પામીને ખૂબ ખુશ છીએ. આ ખુશીઓના ખજાનાને અમારી જિંદગીમાં લાવવા માટે આભાર કાજલ અને ગૌતમ. કાજલના પતિ ગૌતમે પણ શુભેચ્છાઓ માટે સૌનો આભાર માન્યો છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, “અમારું દિલ ખુશીઓ અને કૃતજ્ઞતાથી છલકાઈ ગયું છે.

તમારા પ્રેમ અને આશીર્વાદ માટે આભાર. જણાવી દઈએ કે, કાજલ અગ્રવાલ અને ગૌતમ કીચલુએ ઓક્ટોબર ૨૦૨૦માં લગ્ન કર્યા હતા અને આ કપલનું પહેલું સંતાન છે. લગ્ન પહેલા કાજલ અને ગૌતમ ત્રણ વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા હતા.

જાેકે, લગ્નના સાત વર્ષ પહેલાથી બંને બેસ્ટફ્રેન્ડ્‌સ હતા. વર્કફ્રંટની વાત કરીએ તો, કાજલ હવે ચિરંજીવી સ્ટારર ફિલ્મ ‘આચાર્ય’માં જાેવા મળશે. આ ફિલ્મમાં રામ ચરણ અને પૂજા હેગડે પણ છે. ફિલ્મ ૨૯ એપ્રિલે રિલીઝ થવાની છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.