દ્વારકા જીલ્લા પંચાયતમાં હોદ્દેદારો કરતા કર્મચારીઓ વધુ પાવર ધરાવે છે!!
વર્ગ-ર અને ૩ ના કર્મચારીઓએ જુથ બનાવી વિકાસકાર્યોનો ઠેકો લઈ લીધો
ખંભાળીયા, દ્વારકા જીલ્લામાં જીલ્લા પંચાયતમાં છેલ્લા કેટલાંય સમયથી કેટલાંક હોદ્દા ઉપર ભાજપ-સતાધીશોને અધિકારીઓની કેટલીક નીતિરીતિને કારણે લોકોના વિકાસના કામો ટલ્લે ચડી રહ્યા છે. જેમાં દિન-પ્રતિદિન નવા નવા ફણગા ફૂટી રહ્યા છે.
જીલ્લા પંચાયતમાં એક બીનસતાવાર નવી નીતિ રીતિ જાેવા મળી રહી છે. જાે કે જીલ્લા પંચાયતની સત્તા મેળવવા માટેે ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારો ભારે મહેનત કરતા જાેવા મળી રહ્યા છે. પરંતુ દ્વારકા જીલ્લા પંચાયતની વાસ્તવિકતા અલગ પ્રકારની અને ચોંકાવનારી જાેવા મળી રહી છે.
દ્વારકા જીલ્લા પંચાયતમાં ઉંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો જીલ્લા પંચાયતમાં ચોંકાવનારી સ્થિતિ જાેવા મળી રહી છે. કેમ કે મોટાભાગે પ્રજાહિતના અને લોકોના કામ ચૂંટાયેલા પ્રતિનિધીઓની રજુઆત ધ્યાને લઈ જીલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખની સહમતિથી થતાં હોય છે.
જાે કે અહીંના જીલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખ સરળ અને નિખાલસ સ્વભાવના છે.પરંતુ દ્વારકા જીલ્લા પંચાયતમાં કેટલાંક વર્ગ-ર અને વર્ગ-૩ ના કર્મચારીઓ અંદર ખાને એક મક્કમ જૂથ બનાવીને પોતાના મનગમતા કામ અને પોતાના ઈશારે અધિકારીઓ અને હોદ્દેદારોને નચાવતા હોય એવી સ્થિતિ જાેવા મળી રહી છે.
દ્વારકા જીલ્લા પંચાયતના કેટલાંક કર્મચારીઓ જૂથ બનાવી અંદર ખાને જુદા જુદા ટેબલો પર પોતાના માનીતા માણસો ગોઠવી પોતાનું વર્ચસ્વ અને હાઉ ઉભો કરી દીધો હોય એવું દાખલા રૂપી કિસ્સામાં બહાર આવ્યા છે.
ખુદ જીલ્લા પંચાયતના પ્રમુખેે કામ ન કરતી કંપનીને બ્લેકલીસ્ટ કરવાની લેખિત અને મૌખિક માંગણી અનેે આદેશ કર્યો હોવા છતાં પણ કેેટલાંક કર્મચારીઓના ઈશારે કર્મચારીઓના આશિર્વાદના કારણે કોઈપણ કારણોસર કરવામાં આવતા નથી.
દ્વારકા જીલ્લા પંચાયતમાં ગમે એવુૃ જટીલ કામ સતાધીશો કે કલાસ વન અધિકારીઓને રજુઆત કરવા છતાં પણ ન થાય તો કેટલાંક જુથવાદ ટેકો લઈને બેઠેેલા કર્મચારીઓને મળી લેવાથી અશક્ય કામ ગણતરીના કલાકોમાં જ શક્ય થઈ જતુ હોવાનું જાણવા મળી રહ્યુ છે.
આવી પરિસ્થિતિ દિનપ્રતિદિન વધતી જશે તો આવનારી વિધાનસભા સહિતની ચૂંટણીમાં ભાજપ સહિતના ઉમેદવારોને મોટુ નુકશાન થાય એવુૃ સ્પષ્ટપણ ચિત્ર જાેવા મળી રહ્યુ છે.