ભૂખ્યા બાળકોના જોર-શોરથી રડવાથી ગુસ્સે ભરાયેલી માતાએ પુત્ર-પુત્રીની હત્યા કરી
નાંદેડ, મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના એક ગામમાં, એક માતાએ કથિત રીતે તેની નવજાત પુત્રી અને ૨ વર્ષના પુત્રની હત્યા કરી અને ને લાશને ખેતરમાં સળગાવી દીધા. મહારાષ્ટ્ર પોલીસે આ મામલાની માહિતી આપી છે.
પોલીસનું કહેવું છે કે, આરોપી મહિલા ધુરપદા બાઈ ગણપત નિમલવાડ (૩૦)એ તેની માતા અને ભાઈ સાથે મળીને બાળકોના મૃતદેહને સળગાવી દીધા હતા. આ મામલે ત્રણેય આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપી મહિલા, ધુરપદા બાઈ, ભોકર તાલુકાના પાંડુરણા ગામમાં રહે છે, જ્યાં તેણે ૩૧ મે અને ૧ જૂનના રોજ હત્યા કરી હતી. આરોપી મહિલાએ પહેલા તેની નવજાત પુત્રી અનુસુયાનું ગળું દબાવી દીધું જે માત્ર ૪ મહિનાની હતી.
બીજા દિવસે તેણે તેના પુત્ર દત્તની હત્યા કરી. પોલીસનું કહેવું છે કે, પુત્ર ભૂખ્યો હતો અને તે માતા પાસેથી ખાવાનું માંગી રહ્યો હતો, ત્યારબાદ તે જાેર જાેરથી રડવા લાગ્યો હતો. આવી સ્થિતિમાં માતા ધુરપદા બાઈએ તેનું ગળું દબાવીને હત્યા કરી હતી.
આરોપી મહિલા ધુરપદા બાઈએ પુત્રી અને પુત્રના મૃતદેહોને ખેતરમાં સળગાવી દીધા હતા. આ કામમાં તેમની માતા કોંડાબાઈ રાજમોડ અને ભાઈ માધવ રાજમોડ બંને મુખેડ તાલુકાના રહેવાસી હતા. પોલીસે બંનેની આરોપી તરીકે ધરપકડ કરી છે. અધિકારીએ જણાવ્યું કે, ત્રણેય આરોપીઓ સામે આઇપીસીની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.HS1MS