નરેન્દ્રભાઈ મોદીને બદનામ કરવાની કોંગ્રેસ અને વિપક્ષોની ચાલ ખુલ્લી પડી: મુખ્યમંત્રી
નરેન્દ્રભાઈ મોદીને બદનામ કરવાની અને આખીયે ઘટનાને રાજકીય રંગ આપી પોતાના રાજકીય હિતો સાધવાની કોંગ્રેસ અને વિપક્ષો તથા મોદી વિરોધીઓની ચાલ ખુલ્લી પડી- મુખ્યમંત્રી
The move of Congress, Opposition and Modi opponents to defame Narendra Bhai Modi and give political color to the whole incident and pursue their own political interests was exposed: CM
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે, નામદાર સુપ્રિમ કોર્ટે આજે એક મહત્વનો ચૂકાદો આપીને સાચકો આંચ નહીં એ વાત પૂરવાર કરી છે. દેશના અને વિશ્વના લોકપ્રિય નેતા આદરણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સામે ર૦૦રના ગુજરાત રમખાણોમાં જે સંડોવણી આક્ષેપો-આરોપો થયેલા તે પિટીશન નામદાર સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે.
શ્રી નરેન્દ્રભાઈ સામેના આરોપોની તપાસ માટે SITની રચના અને જુદી જુદી અનેક એજન્સીઓ દ્વારા તપાસ તત્કાલિન કેન્દ્ર સરકારે કરાવીને યેનકેન પ્રકારેણ મોદીજીને સંડોવવાની જે ચાલ ખેલી હતી તેને આજે સુપ્રિમ કોર્ટે આપેલા નિર્ણયે લોકો સમક્ષ ખુલ્લી પાડી દીધી છે. એટલુંજ નહી પરંતુશ્રી નરેન્દ્રભાઈ મોદીને બદનામ કરવાની અને આખીયે ઘટનાને રાજકીય રંગ આપી પોતાના રાજકીય હિતો સાધવાની કોંગ્રેસ અને વિપક્ષો તથા મોદી વિરોધીઓની ચાલ ખુલ્લી પડી ગઇ છે.
શ્રી નરેન્દ્રભાઈએ આ તપાસ એજન્સીઓ, SIT, ન્યાયપાલિકા બધાનો આદર-સન્માન કરીને આ સમગ્ર તપાસમાં પૂરો સહયોગ આપ્યો હોવાનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને વિપક્ષોએ દેશના આ લોકપ્રિય નેતાની છબીને અને ભારતીય જનતા પાર્ટીના જનાધારને નુકશાન પહોંચે તેવા તમામ પ્રયાસો કપિલ સિબ્લ જેવા કોંગ્રેસી નેતાએ સુપ્રિમ કોર્ટમાં દલીલો કરીને અને કેસને ખેંચીને ચાલુ રાખ્યા હતા.
વર્ષ ર૦૧રમાં કોર્ટે નરેન્દ્રભાઈને કલીન ચીટ આપી હોવા છતાં વિપક્ષે અલગ અલગ રીતે આ વિષય ઉછાળીને પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ આજે સુપ્રિમ કોર્ટે ઝાકીયા જાફરીની રીટ પીટીશન ફગાવી દઇ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. ગુજરાતને અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈને બદનામ કરવાના વિપક્ષના પ્રયાસો સંપૂર્ણ નાકામ થયા છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આખો દેશ હવે મોદી વિરોધીઓને સારી પેઠે ઓળખી ગયો છે કે માત્ર ને માત્ર નરેન્દ્રભાઈની લોકપ્રિયતા અને ગુજરાત જેવા દેશના અગ્રેસર રાજયની વિકાસ ગાથામાં રોડા નાખવાના જ કામો આવી પિટીશનથી થયેલા છે. અંતે સત્યનો વિજય થયો છે અને વિરોધીઓના હાથ હેઠા પડયા છે. સત્યનો જય હંમેશા થાય છે તે આજના ચૂકાદાએ સ્પષ્ટ કર્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.