Western Times News

Gujarati News

આગામી ત્રણ મહિનામાં આથિયા અને KL રાહુલ લગ્ન કરશે

મુંબઈ, બોયફ્રેન્ડ કેએલ રાહુલની સફળ સર્જરી થયા બાદ સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી હાલમાં જ તેની સાથે જર્મનીથી પરત આવી છે. રિપોર્ટ્‌સ પ્રમાણે, ૮મી જૂને ટ્રેનિંગ સેશન દરમિયાન કેએલ રાહુલને ગ્રોઈન ઈન્જરી થઈ હતી. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, કપલ આગામી ત્રણ મહિનામાં લગ્ન કરી લે તેવી શક્યતા છે.

ત્રણ વર્ષથી આથિયા અને કેએલ એકબીજાને ડેટ કરી રહ્યા છે. રિપોર્ટમાં ઉમેરવામાં આવ્યું હતું કે, કપલે હાલમાં તેમના પરિવાર સાથે કામનું નિરીક્ષણ કરવા માટે તેમના પરિવાર સાથે ઘરની મુલાકાત લીધી હતી. આથિયા શેટ્ટીના લગ્ન વિશેના રિપોર્ટ્‌સ ઘણા સમયથી ફરી રહ્યા છે અને હંમેશાની જેમ આ વખતે પણ સુનીલ શેટ્ટીનું રિએક્શન સામે આવ્યું છે.

બંને પરિવારે શું લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી? તેમ પૂછવામાં આવતાં સુનીલ શેટ્ટીએ રેડિયો મિર્ચીને જવાબ આપ્યો હતો કે ‘ના, હજી સુધી કંઈ પણ પ્લાન કરવામાં આવ્યું નથી’. આ પહેલા એક્ટ્રેસના ભાઈ અહાન શેટ્ટીએ પણ આવો જ જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું ‘લગ્નની વાત છે ત્યાં સુધી હજી કોઈ તૈયારી કરવામાં આવી નથી. તેવું કંઈ પણ થઈ રહ્યું નથી. આ માત્ર અફવા છે.

જ્યારે લગ્ન જ નથી તો અમે કેવી રીતે ડેટ કહી શકીએ?’. રિપોર્ટ પ્રમાણે, મુંબઈમાં આગામી ત્રણ મહિનામાં આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન થશે તેવી શક્યતા છે. તેમના લગ્ન ભવ્ય રીતે થશે અને ખાસ દિવસની નાની-નાની બાબતોની જવાબદારી આથિયા પોતે લેશે તેમ કહેવામાં આવ્યું હતું. આથિયા અને કેએલ રાહુલે ગયા વર્ષે સોશિયલ મીડિયા પર તેમના સંબંધો ઓફિશિયલ કર્યા હતા.

અહાન શેટ્ટીની ડેબ્યૂ ફિલ્મ ‘તડપ’ના સ્ક્રીનિંગમાં બંને પહેલીવાર જાહેરમાં પરિવાર સાથે દેખાયા હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો, એક્ટ્રેસે ‘હીરો’થી સૂરજ પંચોલી સાથે બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે અર્જુન કપૂર સાથે ‘મુબારકાં’ અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ૨૦૧૯માં ‘મોતીચૂર ચકનાચૂર’માં જાેવા મળી હતી. આથિયા શેટ્ટી ફુટબોલર અફશાં આશિકની બાયોપિક ‘હોપ સોલો’માં લીડ રોલ નિભાવતી જાેવા મળી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.