Western Times News

Gujarati News

સરદાર પટેલ ‘અખંડ ભારત’ના અને દેશના ખેડૂતોનો અવાજ હતા

ગુજરાતમાં કોંગ્રેસના પરિવર્તન સંકલ્પ સંમેલનમાં દેશના સપૂત શ્રી સરદાર પટેલને અખંડ ભારતના નકશીગર ખેડૂતોનો અવાજ અને અમુલના જન્મદાતા તરીકે ઓળખાવતા રાહુલ ગાંધી!

તસવીર ગુજરાતના રિવરફ્રન્ટ ઉપર કોંગ્રેસ પથ દર્શક શ્રી રાહુલ ગાંધીએ યોજેલ પરિવર્તન સંકલ્પ સંમેલનની છે તેમાં ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો ગુજરાતમાં વકરેલી મોંઘવારી બેકારી રોડ રસ્તા ના ખાડા રાજ દ્વારા ચાલતા ભ્રષ્ટાચાર કથળેલી કાયદો વ્યવસ્થાના ઉકેલને સાંભળવા લોકો આવેલા

અને રાહુલ ગાંધીએ લોકોની એક એક સમસ્યાને સમજી વિચારીને ઉકેલતો માર્ગ રજૂ કર્યો હતો સાથે તેમને તેમના ભાષણમાં વારંવાર ગુજરાતના મહાન સપૂત શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને ‘અખંડ ભારત’ના અને દેશના ખેડૂતોનો અવાજ તરીકે ઓળખાવી ભારત જાેડો ની વાત પરોક્ષ રીતે દોરાવી હતી!

શ્રી રાહુલ ગાંધીએ ત્યાં સુધી કહી દીધું કે ‘સરદાર’ના હોત તો ‘અમૂલ’ના હોત અને સરદાર પટેલ જે ખેડૂતો માટે લડ્યા એ ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ત્રણ કાળા કાયદા લાવી અને પછી કાયદા પાછા ખેંચવા પડ્યા! જેને તેમણે શ્રી સરદાર પટેલની વિચારધારા પરના આક્રમણ તરીકે લેખાવ્યું હતું અને અંતે ગુજરાતને મોંઘવારી મુક્ત, બેકારી મુક્ત, ખેડૂતોને દેવા મુક્ત ૩૦૦ યુનિટ વીજળી મફત એવા અનેક મહત્વપૂર્ણ વચનો આપ્યા હતા!!

આમ શ્રી રાહુલ ગાંધીની આ સભા મહત્વપૂર્ણ રહી છે કોંગ્રેસનો મુખ્ય પ્રચાર છે ‘કોંગ્રેસ’નું ‘કામ’ બોલે છે હા દેશમાં કટ્ટરવાદ અને આતંકવાદ નાબૂદ માટે કોંગ્રેસે મહાત્મા ગાંધી, શ્રીમતી ઇન્દિરા ગાંધી અને શ્રી રાજીવ ગાંધી ચોક્કસ ગુમાવ્યા છે આ ચૂંટણી પરિવાર વાદ પર નહીં ગુજરાતના લોકોની સમસ્યા હાલ કરવા માટે લડાવવી જાેઈએ તસવીર શ્રી રાહુલ ગાંધીની છે જેમણે પરિવર્તન સંકલ્પ સંમેલન સંબોધના દ્રશ્યમાન થાય છે

બીજી તસવીર રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોકભાઈ ગેહલોતની છે અને ત્રીજી તસવીર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોરની છે જેઓ કોંગ્રેસ ને બેઠી કરવા કમર કસી છે. ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )

ઉત્તરદાયિત એ મહાનતા માટે ચુકવવી પડતી કિંમત છે – વિન્સ્ટન ચર્ચિલ

બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે કહ્યું છે કે “ઉત્તરદાયત્વ એ મહાનતા માટે ચૂકવવી પડતી કિંમત છે”!! ત્યારે પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કહ્યું છે કે “બીજા પાસેથી કેટલું ઉછીનું લઈ શકે છે જેના પર નહીં તે જાતે શું કરી શકે છે તેના પર રાષ્ટ્રની ખરી તાકાત ર્નિભર કરે છે”!!

ભારત ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ આઝાદ થયો અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ માં દેશનું બંધારણ અમલમાં આવ્યું! અને ભારતમાં પ્રથમ લોકસભાની રચના થઈ જેના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ હતા અને નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ હતા જેમણે અંગ્રેજાેની નીતિ ભાગલા પાડો

અને રાજ કરવાની હતી તેની સામે આ બંને કોંગ્રેસના નેતાઓએ ભારત જાેડવાની વાત કરી ‘અખંડ ભારતનું મિશન પાર પાડ્યું હતું’!! આ બંને નેતાઓ ભારતના ભાગલાવાદી નીતિના વિરોધી હતા છતાં તેમણે સંજાેગોને આધીન હિન્દુસ્તાનના હિતમાં ઐતિહાસિક ર્નિણયમાં સહમત થયા હતા

કોંગ્રેસ પરિવારવાદની પાર્ટી હોય તો આજ પરિવાર વાતને લઈને ઇન્દિરા ગાંધીને રાહુલ ગાંધીએ આતંકવાદ સામેના “ધર્મ યુદ્ધ”માં જાન ગુમાવ્યા છે એ દેશના લોકોએ ભૂલવાનું કઈ રીતે કહી શકાય?!

ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વ્યુહાત્મક રાજનીતિને લઈને ૧૯૭૧ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતે પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ) ની સ્વાયતતા માટે યુદ્ધમાં પડવું પડ્યું હતું અને ભારતે પૂર્વ પાકિસ્તાનના લોકોની આઝાદીને સમર્થન આપ્યું ૧૭મી ડિસેમ્બરે ઢાંકામાં પાકિસ્તાનની સેનાના જનરલ એ ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું

અને વિશ્વમાં ભારત છવાઈ ગયું ત્રણ થી છ જુન ૧૯૮૪માં ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ઓપરેશન બ્લુ સ્ટાર હાથ ધરીને અમૃતસરના સુવર્ણ મંદિરને આતંકવાદીઓથી મુક્ત કરાવ્યું જેમાં ૮૦૦ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને આવા હિંમત પૂર્વક ના ર્નિણયને લઈને ઓક્ટોબર ૧૯૮૪ માં હત્યા થઈ હતી ગાંધી પરિવારની એક જ્યોત બુજાઈ ગઈ હતી

૧૯૮૦ ના દાયકામાં પૂર્વાર્ધમાં લીબ્રેશન ટાઈગર ઓફ તામિલ ઈલમે (એલટીટીઇ) શ્રીલંકાના માટે એક અલગ દેશ બનાવવાના ઉઠી હતી ૧૯૮૭માં ભારત- શ્રીલંકા શાંતિ સમજૂતી આધારે શ્રીલંકા સરકારે તમિલો માટે એક અલગ રાજ્ય બનાવવા હેતુસર જનમત લેવાનું જણાવેલ આ સમજૂતી મુજબ રાજીવ ગાંધી સરકારે ભારતની શાંતિ રક્ષક સેના મોકલીને શ્રીલંકામાં શાંતિ પ્રસ્થાપિત કરવાનો ર્નિણય કર્યો હતો

કારણ કે ભૌગોલિક રીતે પાકિસ્તાન સામે ભારત માટે સુરક્ષા અગત્યની હતી જેના પરિણામે ભારતના વડાપ્રધાન ની ૨૧મી મે ૧૯૯૧માં એક મહિલા આતંકવાદીએ આર.ડી.એક્ષ બોમ્બ લગાવી હત્યા કરી હતી અને ભારતે આધુનિક ભારતના શિલ્પ યુવાન વડાપ્રધાન રાજીવ ગાંધી ની હત્યા થતા ભારતના ગાંધી પરિવારે દેશ માટે એક બીજા સભ્યને ગુમાવ્યા હતા આવા આવા બલિદાનોની લઈને દેશના અનેક લોકો આજે પણ ગાંધી પરિવારને પોતાના દેશનો પરિવાર માને છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.