Western Times News

Gujarati News

ગોવા નજીક દરિયા કિનારે મિગ-૨૯ કે ક્રેશ, પાયલટનો બચાવ

પાયલોટ પરિસ્થિતિ જાેઈને વિમાનમાંથી બહાર નીકળીને સમુદ્રમાં કૂદી પડ્યો હતો, જેનાથી તેનો જીવ બચી ગયો

(એજન્સી)પણજી, નેવીનું મિગ૨૯ ‘કે’ ફાઈટર જેટ ગોવા નજીક દરિયામાં ક્રેશ થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં ફાઈટર જેટનો પાયલટ બચી ગયો છે. દુર્ઘટના પહેલા, પાયલોટે, પરિસ્થિતિ જાેઈને વિમાનમાંથી બહાર નીકળીને સમુદ્રમાં કૂદી પડ્યો હતો,

જેનાથી તેનો જીવ બચી ગયો. બાદમાં નેવીએ સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન દ્વારા પાયલટને બચાવી લીધો હતો. હાલ પાયલોટની હાલત સ્થિર છે. બોર્ડ ઓફ ઈન્ક્‌વાયરી (બીઓએલ)ને મિગ૨૯ ‘કે’ ફાઈટર જેટના ક્રેશ થવા પાછળના કારણો શોધવાનો આદેશ આપ્યો છે.

સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, ગોવાના કિનારે નિયમિત ઉડાન દરમિયાન બેઝ પર પરત ફરતી વખતે ટેક્નિકલ ખામીને કારણે મિગ-૨૯કે ફાઈટર પ્લેન સમુદ્રમાં ક્રેશ થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.