Western Times News

Gujarati News

અરહાનને કરણ જાેહર લોન્ચ કરશે

મુંબઈ, બોલીવૂડ સિતારાઓની નવી પેઢીઓએ ફિલ્મી જગતમાં એન્ટ્રી કરવાનું શરૂ કરી દીધુ છે. શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂર અને સૈફ અલી ખાનની પુત્રી સરા અલી ખાન બોલીવુડમાં પોતાનો જલવો બતાવી ચૂક્યા છે.

બીજીબાજુ શાહરૂખ ખાનની પુત્રી સુહાનાએ પણ ગ્લેમરની દુનિયામાં એન્ટ્રી કરી લીધી છે. તે ટૂંક સમયમાં ઝોયા અખ્તરની ફિલ્મમાં નજરે પડશે. એવી રીતે ટૂંક સમયમાં મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો પુત્ર ટૂંક સમયમાં પોતાના પિતાને એક ફિલ્મમાં અસિસ્ટ કરશે.

બોલીવૂડના ફેમસ ડાયરેક્ટર, ફિલ્મ મેકર અને પ્રોડ્યૂસર દર વર્ષે કોઈને કોઈ સ્ટાર કિડને લોન્ચ કરતા રહે છે. વર્ષ ૨૦૨૩ની વાત કરવામાં આવે તો કરણ જૌહર સૈફનાં પુત્ર ઈબ્રાહિમ અલીને લોન્ચ કરવાના છે. ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાનીમાં ઈબ્રાહિમને અસિસ્ટેન્ટ તરીકે લોન્ચ કરશે. ત્યાં જ અરબાઝ ખાન અને મલાઈકા અરોરાનો પુત્ર અરહાન પણ બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યો છે. આ વાતનો ખુલાસો ખુદ અરબાઝ ખાને કર્યો છે.

હકીકતમાં અરબાઝ ખાન ટૂંક સમયમાં વેબ સિરીઝ ‘ટેન્શન’માં જાેવા મળશે. આ દરમિયાન એક ઈન્ટરવ્યુમાં અરબાઝે પુત્રના ફિલ્મી કરિયર સાથે જાેડાયેલા સવાલનો જવાબ આપતા કહ્યુ હતુ કે, અપકમમિંગ ફિલ્મ ‘પટના શુક્લા’માં તેની સાથે અરહાન કામ કરવા જઈ રહ્યો છે. આ સિવાય તેણે કહ્યું કે અરહાન અમેરિકામાં અભ્યાસ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં તેને નવા પ્રોજેક્ટમાં મદદ કરશે.

અરબાઝના પુત્ર અરહાનની વાત કરીએ તો હાલ તે અમેરિકાની લોંગ આઈલેન્ડ ફિલ્મ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે. તે બીજા વર્ષના પ્રથમ સેમેસ્ટરમાં છે.

તમને જણાવી દઈએ કે અરહાને કરણ જાેહર સાથે તેની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં લગભગ ૨૦થી ૩૦ દિવસ સુધી કામ કર્યું હતું. અરહાન ખાન મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો એકમાત્ર પુત્ર છે. ૨૦૧૭માં છૂટાછેડા પછી દંપતી અલગ થઈ ગયું હતું, પરંતુ હજુ પણ બંને પુત્રને લઈને ઘણીવાર એકસાથે જાેવા મળે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.