Western Times News

Gujarati News

પારસ કલનાવતે ૨૬મા બર્થ ડે પર રાખી ધમાકેદાર પાર્ટી

મુંબઈ, અનુપમા સીરિયલથી પોપ્યુલારિટી મેળવનારા એક્ટર પારસ કલનાવતનો ૯ નવેમ્બરે જન્મદિવસ હતો. પોતાના ૨૬મા બર્થ ડે પર પારસ કલનાવતે ગ્રાન્ડ પાર્ટી રાખી હતી. જેમાં તેના ‘ઝલક દિખલા જા’ના કો-કન્ટેસ્ટન્ટ્‌સ ઉપરાંત ‘અનુપમા’ના કો-એક્ટર્સ પણ સામેલ થયા હતા.

પારસ કલનાવતે મુંબઈની જાણીતી રેસ્ટોરાંમાં પાર્ટી રાખી હતી. જેમાં ‘અનુપમા’માંથી નિધિ શાહ, સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા હાજર રહ્યા હતા. તો ‘ઝલક દિખલા જા’માંથી અલી અસગર, ઘાશ્મીર મહાજની, નિયા શર્મા વગેરે હાજર રહ્યા હતા.

પારસની કોરિયોગ્રાફર શ્વેતા શારદા પણ પાર્ટીમાં હાજર રહી હતી. પારસની પાર્ટીની થીમ બ્લેક હતી ત્યારે મોટાભાગના સેલેબ્સ બ્લેક રંગના આઉટફિટમાં જાેવા મળ્યા હતા.

પારસ કલનાવતે પોતાના ફ્રેન્ડ્‌સ અને મિત્રોની હાજરીમાં પિનાટા કેક કાપીને બર્થ ડે સેલિબ્રેટ કરી હતી. એ વખતે તેનો કો-એક્ટર રહી ચૂકેલો સુધાંશુ પાંડે તેની સાથે ઊભેલો જાેવા મળ્યો હતો. પારસે રેસ્ટોરાંમાં મિત્રો સાથે કેક કાપતાં પહેલા બહાર મીડિયાના ફોટોગ્રાફર્સ સાથે પણ કેક કાપી હતી.

એ વખતે તેની સાથે કોરિયોગ્રાફર ટેરેન્સ લૂઈસ હાજર હતો. અનુપમા સીરિયલમાંથી પારસને કાઢી મૂકવામાં આવ્યો હતો ત્યારે ઘણાં મહિનાઓ બાદ તેના કો-એક્ટર્સને મળીને પારસ ખુશ થઈ ગયો હતો.

જાેકે, પારસે આ સીરિયલની કાસ્ટમાંથી માત્ર ત્રણ જ જણાંને આમંત્રણ આપ્યું હોય એવું લાગતું હતું. નિધિ, સુધાંશુ અને મદાલસા સિવાય ‘અનુપમા’માંથી પારસની બર્થ ડે પાર્ટીમાં કોઈ નહોતું જાેવા મળ્યું. સીરિયલની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીની ગેરહાજરી પણ ઉડીને આંખે વળગી હતી. પારસે તેના ખાસ મિત્રો ગણાતા સુધાંશુ, નિધિ અને મદાલસા સાથે પારસે ખાસ્સી મસ્તી કરી હતી.

પારસના બર્થ ડે સેલિબ્રેશનમાંથી વધુ કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં નિયા શર્મા, શ્રીતિ ઝા, રાજીવ અડાતિયા, નિશાંત ભટ્ટ, શ્વેતા શારદા, અમૃતા ખાન્વીકર વગેરે જેવા સેલેબ્સ જાેવા મળી રહ્યા છે. પારસ આ બધા સાથે ડાન્સ કરતો અને મસ્તી કરતો દેખાઈ રહ્યો છે.

પારસે ગ્રાન્ડ બર્થ ડે સેલિબ્રેશન કરતાં અડધી રાત્રે પોતાના ઘરે પણ અંગત મિત્રો સાથે સેલિબ્રેશન કર્યું હતું. જેની ઝલક પણ તેણે સોશિયલ મીડિયા પર બતાવી હતી. આ પાર્ટીમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની અભિનેત્રી પલક સિદ્ધવાની પણ પોતાના ભાઈ સાથે હાજર રહી હતી.

પારસે આ તસવીરો શેર કરતાં લખ્યું હતું, ‘મારી કહાણીનો નવો અધ્યાય. મારી બર્થ ડેની આટલી સુંદર શરૂઆત કરાવવા માટે આભાર. મમ્મી આ સુંદર ડેકોરેશન દ્વારા મને સરપ્રાઈઝ આપવા માટે આભાર. ફરીથી હું બાળક બની ગયો હોઉં તેવું લાગે છે. શુભેચ્છાઓ માટે સૌનો આભાર. સૌને પ્રેમ. દિવસ હજી તો શરૂ થયો છે.’ વર્કફ્રંટની વાત કરીએ તો, પારસ છેલ્લે ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા ૧૦’માં જાેવા મળ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.