મહીસાગર જિલ્લામાં ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરિયાનો છંટકાવના મળી રહ્યા છે સારા પરિણામો
(પ્રતિનિધિ) ગોધરા, રાજ્ય સરકાર ના કૃષિ વિભાગ દ્વારા આયોજીત ડ્રોન ટેકનોલોજી ઇફકો નેના યુરિયા છટકાવ યોજનાનો પ્રારંભ થયો છે. મહીસાગર જિલ્લામાં કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્નોલોજીનો વ્યાપ વિસ્તરી રહ્યો છે. ખેતરના પાકમાં ડ્રોન વડે દવા છંટકાવ કરવાની સરકારની ખેડૂત હિતલક્ષી યોજનાની શરૂઆત બાદ મહીસાગર જીલ્લામાં ૧૧૮ ખેડૂતોએ ૧૯૮ એકરમાં નેનો યુરિયા દ્વારા પોતાના ખેતી પાકોમાં ડ્રોન વડે છંટકાવ કરવાની એક માસ અગાઉ શરૂઆત કરી હતી.