Western Times News

Gujarati News

કેક કટિંગ બાદ સલમાને બહેન અર્પિતા પર વરસાવ્યું હેત

મુંબઈ, બોલિવુડ ઈન્ડસ્ટ્રીના દબંગ સલમાન ખાને ૫૭મો બર્થ ડે ઈન્ડસ્ટ્રીના મિત્રો અને પરિવારની હાજરીમાં સેલિબ્રેટ કર્યો હતો. ભાણેજ આયતનો પણ આ જ દિવસે બર્થ ડે હોવાથી બહેન અર્પિતા ખાનના ઘરે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ક્લોઝ ફ્રેન્ડ શાહરુખ ખાન, કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂર, એક્સ-ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની, કાર્તિક આર્યન, પૂજા હેગડે તબુ, સિદ્ધાંત ચતુર્વેદી, પુલકિત સમ્રાટ, કીર્તિ ખરબંદા, સોનાક્ષી સિન્હા, ઝહીર ઈકબાલ, સુનીલ શેટ્ટી, અરહાન ખાન (ભાઈ અરબાઝ ખાનનો દીકરો), રિતેશ દેશમુખ તેમજ જેનેલિયા ડિસૂઝા સહિતના સેલેબ્સે હાજરી આપી હતી. હવે, પાર્ટીના અંદરના વીડિયો અને તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થયા છે.

સલમાન ખાનના ફેન પેજ પરથી શેર કરવામાં આવેલા વીડિયોમાં સલમાન ખાનના બ્લૂ અને બ્લેક કલરની ટુ-ટાયર કેક કટ કરતો જાેઈ શકાય છે, તેણે બ્લેક કલરનું ટીશર્ટ અને લેધર પેન્ટ પહેર્યું છે. અન્ય વીડિયોમાં તેની બાજુમાં બહેન અર્પિતા ખાનનો પતિ આયુષ શર્મા ઉભો છે, જેણે દીકરી આયતને તેડી છે.

કેક કટ કર્યા બાદ આયુષ કેકનો ટુકડો સલમાનને ખવડાવે છે. તો સામે સલમાન પણ આયતને કેક ખવડાવી બર્થ ડેની શુભેચ્છા પાઠવે છે. આ વીડિયોમાં કોઈએ ધ્યાન ખેંચ્યું હોય તો તે હતો અર્પિતાનો દીકરો આહિલ, જે કેક કટિંગ બાદ ખુશ થઈ જાય છે અને તાળીઓ પાડી ચીયર કરે છે. અર્પિતા ખાન પરિવારમાં સૌથી નાની છે અને સલમાન તેની સાથે ક્લોઝ બોન્ડિંગ ધરાવે છે.

પાર્ટીમાં પણ બંને એકબીજા પર હેત વરસાવતા દેખાયા. ફેન પેજ પરથી સામે આવેલી તસવીરમાં સલમાન અર્પિતાને ચૂમી રહ્યો છે. અન્ય તસવીરમાં ‘બર્થ ડે બોય’એ યૂલિયા વંતૂર, બોડીગાર્ડ શેરા તેમજ અન્ય કેટલાક મિત્રો સાથે પોઝ આપ્યો છે.

સલમાન ખાનની પાર્ટીમાં શાહરુખ ખાન સૌથી વધારે લાઈમલાઈટમાં રહ્યો હતો. આમ તો ‘બાદશાહ’ જ્યારે પણ કોઈ પાર્ટીમાં જાય ત્યારે પોતાનો ચહેરો છુપાવતો રહે છે અને કેમેરા સામે પોઝ આપતો નથી. જાે કે, સલમાનના બર્થ ડે પર કંઈક અલગ જાેવા મળ્યું.

પહેલા શાહરુખ કારમાંથી ઉતરીને સડસડાટ અર્પિતા ખાનના ઘરમાં જતો રહ્યો હતો. પરંતુ થોડા સમય બાદ સલમાન અને તે એકબીજાનો હાથ પકડીને બહાર આવ્યા હતા તેમજ હગ પણ કર્યું હતું. ‘કરણ અર્જુન’નું આ મિલન કેમેરામાં કેદ થયું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.