Western Times News

Gujarati News

YRKKHમાં જય સોનીની એન્ટ્રી થઈ

મુંબઈ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નીલ બિરલાના (પારસ પ્રિયદર્શન) ટ્રેકના અંત બાદ ટિ્‌વસ્ટ અને ટર્ન્સ જાેવા મળી રહ્યા છે. આ સીરિયલમાં જય સોનીની એન્ટ્રી થવાની છે. એક્ટર પોઝિટિવ રોલમાં દેખાશે અને અક્ષરાના મિત્રની ભૂમિકા ભજવશે. જય સોની, જે છેલ્લે એપ્રિલ મહિનામાં ‘સસુરાલ ગેંદા ફૂલ ૨’માં જાેવા મળ્યો હતો, તે છેલ્લા કેટલાક મહિનાથી એક વેબ શોમાં વ્યસ્ત હતો.

YRKKHનો ભાગ બનવાનું કેમ નક્કી કર્યું તે પાછળનું કારણ દર્શાવતાં તેણે કહ્યું હતું ‘આ સૌથી લાંબા સમયથી ચાલી રહેલા શોમાંથી એક છે અને તેણે દર્શકોને કેવી રીતે સતત વ્યસ્ત રાખવાનું યથાવત્‌ રાખ્યું છે તે જાણવા માટે ઉસ્તુક છું.

મારો રોલ રસપ્રદ છે, હું અક્ષરાની ઓપોઝિટ પાત્ર ભજવી રહ્યો છું. મને લાગ્યું કે રાજન શાહી સાથે કામ કરવાની આ સારી તક છે. મને તેમના શો ગમે છે અને ઘણા વર્ષોથી ‘યે રિશ્તાના ટ્રેક પર નજર રાખી છે. જય સોનીએ આ દરમિયાન ઘણું વજન ઘટાડ્યું છે અને પહેલા કરતાં વધારે ફિટ દેખાવા લાગ્યો છે.

આ વિશે તેણે કહ્યું હતું કે ‘મારા વેબ શો માટે કેટલાક કિલો વજન ઘટાડવું પડ્યું હતું અને ત્યારબાદ શો માટે વધારે થોડું ઘટાડ્યું. તેનાથી મને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ‘અક્ષરા’ની ઓપોઝિટમાં રોલ ભજવવામાં મદદ મળી છે, જેની ઉંમર ૨૦ની આસપાસ છે. ઘમા લોકોએ મને કહ્યું હતું કે, હું તેના કરતાં ઉંમરમાં થોડો મોટો દેખાવ છું.

મને ફિટ રહેવાનું અને પાર્ટીઓ તેમજ મોડીરાત સુધી ખાવાનું અવગણવાનું ગમે છે. હું સ્ટ્રીક્ટ ડાયટ પર છું અને આ વાતથી મદદ મળી હોય તેમ લાગે છે. તેનાથી મને કામમાં પણ હેલ્પ મળી છે. હાલ તો હું રોલ તરફ જાેઈ રહ્યો છું.

જય સોનીએ તેમ પણ જણાવ્યું હતું કે, તેને ટીવીમાં કામ કરવાની મજા આવે છે પરંતુ ઓટીટી કન્ટેન્ટ લોકોને વધુ આકર્ષિત કરે છે. તેણે ઉમેર્યું હતું ‘તે મોટી ડિબેટ છે પરંતુ મને લાગે છે કે ઓટીટી કન્ટેન્ટ દર્શકોને વધુ આકર્ષિત કરે છે. મને ટીવી ગમે છે અને મારા રોલ અંગે વધારે પઝેસિવ છું. સારી સ્ક્રિપ્ટ અને સેટ પર મને મજા આવશે તેની ખાતરી કર્યા બાદ જ હું શો સ્વીકારું છું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.