અભિનેત્રી કેટરીના કૈફે શેર કરી વેકેશનની તસવીરો
મુંબઈ, દર વખતે નવું વર્ષ શરૂ થાય તે પહેલા જ બોલિવુડ સેલેબ્સ વેકેશન મનાવવા માટે ઉપડી જતાં હોય છે. આ વર્ષે પણ મુંબઈ એરપોર્ટ પરથી સતત તેમના તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે. કરીના કપૂર અને શિલ્પા શેટ્ટી તો ક્રિસમસ પહેલા જ લંડન પહોંચી ગઈ હતી અને ત્યાં પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે.
હાલમાં જ લવબર્ડ્સ રકુલ પ્રીત સિંહ-જેકી ભગનાની અને સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી ફ્લાઈટ પકડીને જતાં દેખાયા હતા. હાલમાં જ પહેલી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરનાર વિકી કૌશલ અને કેટરીના કૈફ રાજસ્થાન પહોંચ્યા છે. ત્યાંની સુંદર અને નયમરમ્ય તસવીરો એક્ટ્રેસે શેર કરી છે.
કેટરીના કૈફે શેર કરેલી પોસ્ટની પહેલી તસવીરમાં તે બ્લેક કલરની ડંગરી, બ્લેક બૂટ્સ અને મેચિંગ કેપમાં જાેવા મળી રહી છે. નો-મેકઅપ લૂકમાં પણ તે સુંદર લાગી રહી છે. બીજી તસવીરમાં કેટરીના પતિ વિકી સાથે જાેવા મળી રહી છે, જેમાં તેણે ઓલિવ ગ્રીન જેકેટ, કેપ અને બ્લેક શેડ્સ પહેર્યા છે. બંને કેમેરા સામે જાેઈને સ્મિત કરી રહ્યા છે. આ સાથે તેણે દીપડો અને નીલ ગાયની પણ એક તસવીર શેર કરી છે.
અંતિમ તસવીરમાં તેણે ત્યાંનો સુંદર નજારો દેખાડવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે લખ્યું છે ‘આ જાદુઈ છે. મને લાગે છે કે આ મારી ફેવરિટ જગ્યામાંથી એક છે’. એક્ટ્રેસની ખાસ ફ્રેન્ડ અને ફિટનેસ ટ્રેનર યાસ્મિન કરાચીવાલાએ રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે.
આ સિવાય ફેન્સને પણ આ તસવીરો પસંદ આવી છે. કેટરીના કૈફ અને વિકી કૌશલ રાજસ્થાનના બાલી જિલ્લામાં આવેલા જવાઈમાં છે. તેઓ મુંબઈથી ફ્લાઈટ પકડીને જાેધપુર ઉતર્યા હતા અને ત્યાંથી રોડ માર્ગે તેમના ડેસ્ટિનેશન પર પહોંચ્યા હતા. જવાઈ એ ૪૦થી વધુ દીપડાઓનું ઘર છે અને વાઘ માટે પણ ફેમસ છે.
તે પહાડોથી ઘેરાયેલું છે અને અન્ય કેટલાક સેલેબ્સનું પણ ફેવરિટ સ્થળ છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કેટરીના કૈફ ખૂબ જલ્દી કબીર ખાનની ફિલ્મ ‘ટાઈગર ૩’માં સલમાન ખાન અને ઈમરાન હાશ્મી સાથે દેખાવાના છે.
હાલ, તે શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં વ્યસ્ત છે, જેમાં સાઉથ સ્ટાર વિજય સેથુપથી પણ છે. તે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’નો પણ ભાગ છે, જે ગર્લ ટ્રિપ પર આધારિત છે અને તેના સિવાય પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ પણ લીડ રોલમાં છે.SS1MS