ધનસુરાના પ્રસિદ્ધ દેવીયા મહાદેવના મંદિરે પાટોત્સવની ભવ્ય રીતે ઊજવણી કરાઈ
(પ્રતિનિધિ) બાયડ, ધનસુરા ના પ્રસિદ્ધ દેવીયા મહાદેવના મંદિરે પાટોત્સવ ની ભવ્ય રીતે ઊજવણી કરાઈ હતી.ધનસુરા ના પૌરાણિક દેવીયા મહાદેવના મંદિરે પાટોત્સવ યોજાયો હતો.જેમાં હોમાત્મક લઘુરુદ્રનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં યજમાનો જાેડાયા હતા.સાથે સાંજે મહાપ્રસાદી પણ યોજાઈ હતી.ગ્રામજનો આ પાટોત્સવ માં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અને દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભગવાન ના દર્શન માટે ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરનો લાભ લેવા માટે દેવીયા મહાદેવ સમિતિ દ્વારા હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું હતું.અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેને લઇને ગ્રામજનો અને આજુબાજુ ના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ માટે દેવીયા મહાદેવ સમિતિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું