Western Times News

Gujarati News

જન્મ દિવસની અનોખી ઉજવણી

(પ્રતિનિધિ) પાલનપુર, બનાસ એન પી પ્લસ સંસ્થા ના એચ.આઇ.વી પોજીટીવ ભાઇ બહેન અને બાળકોના ઠંડી માં રક્ષણ માટે સહયોગી કાંઈશોરીબેન કિશોરભાઈ દબાસીયા ( યુ. કે ) દ્વારા બાળકો ના ધાબળા વિતરણ કરી ઉજવાયો જન્મદિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે સહયોગી દાતા શ્રી કાંઈશોરીબેન કિશોરભાઈ દબાસીયા ( યુ. કે ) એમના જન્મદિવસ નિમિતે તેમના પરિવાર દ્વારા પંચાવન જેટલા એચ.આઇ.વી પોજીટીવ અને અસરગ્રસ્ત અને ખાસ જરૂરિયાત મંદ ભાઇ બહેન અને બાળકોને ધાબળા નું વિતરણ કરવામાં આવેલ જેમાં ખાસ સંકલન અને લોકલ સહયોગ પૂરો પાડવા જય શ્રી અંબે સેવા ટ્રસ્ટ પાલનપુર ગઠામણ દરવાજા ની વાનર સેના અને બજરંગ દળ ના પ્રમુખ અશોકભાઈ પ્રજાપતિ ( ભોળાભાઇ ) નો ખાસ સહયોગ મળેલ જેમાં ખાસ જીવદયા પ્રેમી જીવદયા ફાઉન્ડેશન ના ચેરમેન ઠાકોરદાસ ખત્રી હાજર રહ્યા હતા

જે કાર્યક્રમ નું સફળ સંચાલન અને સંકલન બનાસ એન પી પ્લસ સંસ્થા ના મંત્રી અને વિહાન પ્રોજેક્ટ ના પ્રોજેક્ટ ડાયરેક્ટર નરેશભાઈ સોની એ કરેલ જયારે સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા બનાસ એન પી પ્લસ સંસ્થા – વિહાન પ્રોજેક્ટ ના હેલ્થ પ્રમોટર નવનીતભાઇ મકવાણા અને શ્રેયાબેન આંટીયા દ્વારા ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમ સફળ બનાવેલ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.