રાખીને આજે પણ પ્રેમ કરે પૂર્વ પતિ રિતેશ સિંહ
મુંબઈ, રાખી સાવંતે હાલમાં જ પતિ આદિલ ખાન દુરાની સાથેના લગ્નજીવનમાં ચાલી રહેલા વિખવાદ અંગે ખુલાસો કર્યો છે. રાખી સાવંતે આદિલ સામે ફરિયાદ નોંધાવી છે. રાખીએ આદિલ સામે ફરિયાદ નોંધાવ્યા બાદ ૭ ફેબ્રુઆરીએ તેની ધરપકડ કરવામાં આવી હતી.
ઘરેલુ હિંસાના આરોપમાં ઓશિવારા પોલીસે આદિલની ધરપકડ કરી છે. હવે રાખીનો પૂર્વ પતિ રિતેશ સિંહ સસામે આવ્યો છે અને આ સમગ્ર ઘટના પર પ્રતિક્રિયા આપી છે. રિતેશે જણાવ્યું કે, ગમે તે પરિસ્થિતિમાં તે રાખીની સાથે રહેશે.
રિતેશે એમ પણ કહ્યું કે, રાખીએ ત્રણ મહિના પહેલા જ તેને ફોન કરીને આદિલ સાથે ચાલી રહેલી ખટપટ અંગે જણાવ્યું હતું. રિતેશે સોશિયલ મીડિયા પર લાઈવ કરીને રાખી અને આદિલના આખા કેસ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. વિડીયોમાં તેણે એમ પણ કહ્યું કે, રાખીએ તેને કારણ વિના જ છોડી દીધો હતો છતાં તે તેની પડખે રહેશે કારણકે તે પ્રેમનો સાચો અર્થ જાણે છે.
રિતેશે વિડીયોમાં કહ્યું, રાખીની આંખોમાં સત્ય છલકે છે પરંતુ આ મુદ્દે કોર્ટ જ ર્નિણય કરી શકે છે. રાખીએ ત્રણ મહિના પહેલા જ બધી વિગતો જણાવી હતી.
રાખી જૂઠ્ઠું નથી બોલી રહી. હું કહીશ કે રાખીને અત્યારે દિલ તૂટવાનું દર્દ સમજાઈ રહ્યું હશે. હું તારી સાથે છું પરંતુ હું પણ પરેશાન રહ્યો હતો. જે પીડા તને અત્યારે થઈ રહી છે તે મેં પણ વેઠી છે. મારું ચરિત્ર ખરાબ નથી. મેં બે વખત પ્રેમ કર્યો અને બંનેવાર મને દગો મળ્યો હતો.
મારી પાસે સ્મ્છ, સ્ીષ્ઠર, ન્ન્મ્ની ડિગ્રી છે અને પ્રોફેશનલી હું સારી કમાણી કરું છું. હું જાત મહેનતથી ઊભો થયો છું. મારી પાસે કોઈ વાતની ખોટ નથી. મારી સાથે છેતરપિંડી થઈ છે છતાં લોકોને હું ખોટો લાગું છું. હું તારી સાથે છું રાખી. તારો ભાઈ પણ તારી સાથે છે.
લવ જિહાદના ચક્કરમાં ફસાઈ જતી છોકરીઓ માટે આ દાખલારૂપ કિસ્સો છે. હું હંમેશા તારી પડખે રહીશ”, તેમ રિતેશે આગળ ઉમેર્યું. રિતેશે રાખીને વિનંતી કરી છે કે, લાઈવ આવીને તેમના ભૂતકાળના સંબંધ વિશે વાત કરે. રિતેશે રાખીને મદદ કરવાની તૈયારી પણ દર્શાવી છે.
મંગળવારે રાખી સાવંત ઓશિવારા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને આદિલ સામે ફરિયાદ કરી હતી. મીડિયા સાથે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, આદિલ તેની સાથે છેતરપિંડી કરી રહ્યો હતો પણ પોતાના લગ્ન બચાવવા માટે રાખી ચૂપ હતી. રાખીના કહેવા પ્રમાણે, તેણે આદિલને કેટલીયવાર માફ કર્યો હતો.SS1MS