Western Times News

Gujarati News

મેઘરજ દારૂ કાંડ ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા, સમગ્ર કેસની તપાસ DYSPને સોંપી

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત સ્વચ્છ અને પ્રામાણિક છબી ધરાવે છે પોલીસતંત્રમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મીઓ ખાખીની આડમાં બુટલેગરની ભૂમિકા બજાવતા હોવાનું સતત બહાર આવતા તેમની સ્થિતિ કફોડી બની છે છેલ્લા બે વર્ષમાં દારૂની હેરાફેરી, સંગ્રહ કરવામાં અને બુટલેગરો સાથે ભાઈબંધી નિભાવતા ૨૩ પોલીસ ઇન્સ્પેકટર, પોલીસ સબ ઇન્સ્પેકટર અને પોલીસકર્મીઓ સસ્પેન્ડ થઇ ચુક્યા હોવા છતાં ખાખીમાં રહેલા બુટલેગરોથી પોલીસતંત્ર બદનામ થઇ રહ્યું છે

દારૂબંધીનો કડક અમલવારી કરાવવાની જેના માથે જવાબદારી છે તે પોલીસકર્મીઓ જ બુટલેગર બની હેરાફેરી કરતા હોવાનું બહાર આવતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ ઇકો સ્પોર્ટ્‌સ કારમાં વિદેશી દારૂની ખેપ મારવા જતા એક બાઈક ચાલકને અડફેટે લીધા પછી ટાયર ફાટી જતા કાર પંચાલ રોડ પર ઉભી રાખી દીધી હતી મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જતીન અને વિજય નામના પોલીસકર્મીઓ અન્ય કાર લઈને પહોંચી ઇકો સ્પોર્ટ્‌સમાં રહેલો દારૂનો જથ્થો કારમાં મૂકી ત્રણે પોલીસ કર્મીઓ ફરાર થઇ ગયા હતા સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા ખાખીમાં રહેલા બુટલેગરો સામે રોષ ફેલાયો હતો જે અંગેના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા હતા

અરવલ્લી જીઁ સંજય ખરાતે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા દારૂની હેરાફેરીની સીસીટીવી રેકોર્ડિંગનું એનાલિસિસ કરી વીડિયોમાં દેખાતા હેડ કોન્સટેબલ અર્જુનસિંહ કકલદાન ગઢવી (બ.નં-૧૦), જતીન રાકેશ (બ.નં-૦૬૫૮) અને વિજય ગોબર (બ.નં-૬૯૨) ને તાત્કાલિક અસર થી સસ્પેન્ડ કરી દીધા હતા જીલ્લા પોલીસવડાની શખ્ત કાર્યવાહી થી પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.