રવીના ટંડનની પહેલી કમાણી ૫૦૦ રૂપિયા હતી
મુંબઈ, ધ કપિલ શર્મા શૉમાં દર સપ્તાહે નવા નવા મહેમાન આવતા હોય છે. ત્યારે આ સપ્તાહે રવીના ટંડન, સુધા મૂર્તિ મહેમાન બનીને કપિલના શૉમાં પહોંચશે. ત્યારે અહીં રવીનાએ પોતાની કારકિર્દી સાથે જાેડાયેલા કેટલાક જાેરદાર ખૂલાસા કર્યા હતા.
જ્યારે સુધા મૂર્તિએ પણ પોતાના જીવન અંગે ખૂલીને વાત કરી હતી. સુધી મૂર્તિના કિસ્સા સાંભળીને તો સૌને ઘણી મજા પડી ગઈ હતી. આ તમામની વચ્ચે રવીના ટંડન અને કપિલ શર્માએ પોતપોતાની પહેલી સેલરી અંગે પણ વાત કરી હતી. સાથે જ આ પહેલી સેલરીમાંથી તેમણે શું કર્યું એ પણ જણાવ્યું હતું. ફિલ્મ અભિનેત્રી રવીના ટંડને વર્ષ ૧૯૯૧માં પત્થર કે ફૂલથી એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. તેના પિતા રવિ ટંડન જાણીતા ડિરેક્ટર હતા.
જાેકે, ફિલ્મોમાં આવતા પહેલા રવીના ટંડને મોડલિંગ કરી કેટલીક જાહેરાતોમાં પણ કામ કર્યું હતું. ત્યારબાદ રવીના ટંડને અનેક હિટ ફિલ્મ આપી હતી. તેમાં દિલવાલે, મોહરા, ઝિદ્દી અને લાડલા જેવી અનેક ફિલ્મો સામેલ છે. અત્યારે તો રવીના ટંડન એક ફિલ્મ માટે કરોડો રૂપિયાની ફી લે છે, પરંતુ તેની પહેલી સેલરી ૧ હજાર રૂપિયાથી પણ ઓછી હતી. ધ કપિલ શર્મા શૉમાં રવીના ટંડને ખૂલાસો કર્યો હતો કે, તેની પહેલી કમાણી ફક્ત ૫૦૦થી ૬૦૦ રૂપિયા હતા.
એક જાહેરાતમાં કામ કર્યા પછી તેને આ રૂપિયા મળ્યા હતા. તેણે જણાવ્યું હતું કે, તેણે આ પૈસાથી માતા માટે ટેપ રેકોર્ડર ખરીદ્યું હતું. જ્યારે કપિલ શર્માએ પણ જણાવ્યું હતું કે, તેની પહેલી સેલરી પણ ૫૦૦ રૂપિયા હતા અને તે પૈસાથી તેણે કેસેટ પ્લેયર ખરીદ્યું હતું. કપિલે જણાવ્યું હતું કે, તેને જૂના ગીતોનો ઘણો શોખ હતો, પરંતુ તે નહતો ઈચ્છતો કે, કેસેટ પ્લેયર ખરીદવા માટે માતાપિતા પાસે પૈસા માગે.
ત્યારે તેણે પહેલી કમાણીમાં ૫૦૦ રૂપિયા મળ્યા હતા. તેનાથી તેણે કેસેટ પ્લેયર ખરીદ્યું હતું. જાેકે, અત્યારે તો કપિલની નેટવર્થ કરોડો રૂપિયાની છે. તે પોતાના શૉ સિવાય બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ઇવેન્ટ્સ અને ફિલ્મોથી પણ સારી કમાણી કરે છે.SS1MS