Western Times News

Gujarati News

બિહારનો વિચિત્ર કિસ્સોઃ પતિને છોડી દઈશ પણ મોબાઈલ વગર તો નહીં ચાલે

પ્રતિકાત્મક

(એજન્સી)પટના, હાલના દિવસોમાં અનેક માતાપિતા પોતાના બાળકોની મોબાઈલ ફોનની લતને કારણે પરેશાન છે. પરંતુ બિહારના હાજીપુરામાં મોબાઈલની લતને કારણે લગ્નજીવનમાં ભંગાણ પડવાની ખબર સામે આવી છે. અહી લગ્નના ફકત ૧૪ દિવસ બાદ પતીએ પત્નીને મોબાઈલ ફોનની લત વિશે ફરીયાદ કરતા પત્ની પિયર ચાલી ગઈ હતી.

બિહારના હાજીપુરમાં પતીએ સતત ઈન્સાટાગ્રામ પર ઓનલાઈન રહેતી પત્નીને મોબાઈલ ફોનનો ઉપયોોગ ઘટાડવાનંું કહેતા પત્નીએ તેના પરીજનોને બોલાવી લીધા હતા. આ સાથે જ નવવધુના ભાઈએ તેના જજાજી સામે પિસ્તોલ તાણી લીધી હતી. પોલીસે આ મામલામાં નવવધુના ભાઈની ધરપકડ કરી ેછ. અને તેની પિસ્તોલ કબજકે કરી છે.

એક રીપોર્ટ મુજબ હાજીપુરાના લાલગંજ વિસ્તારમાં ૧૪ દિવસ પહેલા ઈલીયાસ અને સબા ખાતનુતા ધામધુમથી લગ્ન થયાં હતાં. સાસરે પહોચેલી નવવધુના હાલમાં ર૪ કલાક મોબાઈલ ફોન રહેતો હતો. સબા પોતાના સમય પરીવારની સાથે વિતાવવાની જગ્યાએ ઈન્સ્ટાગ્રામ ફેસબુક અને અન્ય સોશીયલ મીડીયા સાઈટ પર એકટીવ રહેવામાં વિતાવતી હતી.

આ મામલે પતી ઈલીયાસે મોબાઈલ ફોનની ઉપયોગ જરૂર મુજબ જ કરવાનું કહેતા તેની પત્ની ગુસ્સે ભરાઈ હતી. તેણે રડીને પોતાની માતાને ફરીયાદ કરતા પરીવાર તાત્કાલીક તેના સાસરી દોડી આવ્યો હતો.

બહેનની આંખોમાં આંસુ જાેઈને ગુસ્સે ભરાયેલા ભાઈએ જીજાજી સામે પિસ્તોલ તાણી દીધી હતી. પતી અને મોબાઈલ વચ્ચે નવવધુએ મોબાઈલ પસંદ કરતા લગ્નજીવનમાં પુર્ણ વિરામ આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.