Western Times News

Gujarati News

ચાલાક મહિલાએ બિઝનેસમેનને દુષ્કર્મનાં કેસમાં ફસાવી ૩ કરોડ પડાવ્યા

પ્રતિકાત્મક

નવી દિલ્હી, દેશમાં મહિલાઓ પરના અત્યાચાર અવારનવાર ચર્ચાનો વિષય બનતા હોય છે. સમયાંતરે કોઈ સ્ત્રીના જાતીય શોષણ કે બળાત્કારની ઘટના સામે આવે છે. પોલીસના ચોપડે આવા અનેક કેસ દરરોજ નોંધાય છે. પણ તેમાંથી કેટલા આક્ષેપો સત્ય છે? તે પણ મોટો પ્રશ્ન છે. The woman trapped the businessman in a rape case and extorted 3 crores

ઘણા કિસ્સામાં સ્ત્રીએ કોઈ સામે ખોટા આરોપ મૂક્યા હોવાનું સામે આવતું હોય છે. ત્યારે મુંબઈમાં ઉદ્યોગપતિને હની ટ્રેપમાં ફસાવવા માટે મહિલાએ ષડયંત્ર રચ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ કેસમાં મહિલાએ પોતાની વાત સાબિત કરવા બોગસ પુરાવા ઊભા કર્યા હોવાનું પણ નોંધાયું છે. આ કિસ્સામાં મહિલાએ ૬૪ વર્ષીય ઉદ્યોગપતિ પર શહેરની હોટલમાં તેણી પર જાતીય હુમલાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ હુમલો હકીકત લાગે તે માટે તેણે તેના શરીર પર થયેલી ઈજા બતાવવા માટે તરકટ રચ્યું હતું. તેણે પોતાની ઈજાઓ બતાવવા મરઘીના લોહીનો ઉપયોગ કર્યો હતો. પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પરથી જાણવા મળ્યું છે કે, આ કેસમાં મહિલા આરોપીએ પોતાના હાથ પર જ મરઘીનું લોહી લગાવ્યું હતું અને ઉદ્યોગપતિએ તેના પર હુમલો કર્યો ત્યારે ઘાયલ થઈ હોવાનો આરોપ મુક્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, મોનિકા ભગવાન ઉર્ફે દેવ ચૌધરી તરીકે ઓળખાતી આરોપી મહિલાએ કથિત રીતે હની ટ્રેપ ગોઠવી હતી. જેમાં ઉદ્યોગપતિને ફસાવવાનું ષડયંત્ર હતું. મહિલાએ તેના ત્રણ સાગરીતોની મદદથી બિઝનેસમેન પાસેથી ૩ કરોડ રૂપિયા પડાવ્યા હતા. ગત અઠવાડિયે મુંબઈ ક્રાઇમ બ્રાંચની ૧૦મી યુનિટ દ્વારા મોનિકા ચૌધરી સામેની ચાર્જશીટમાં મોનિકાના ત્રણ સાગરીતોની ઓળખ થઈ હતી.

જેમાં અનિલ ચૌધરી ઉર્ફે આકાશ, ફેશન ડિઝાઇનર લુબ્ના વઝીર ઉર્ફે સપના અને જ્વેલર મનીષ સોડીના નામ સામે આવ્યા હતા. નવેમ્બર ૨૦૨૧માં કોલ્હાપુરના ઉદ્યોગપતિએ હની ટ્રેપ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું હતું કે, ૪ ઈસમોની ટોળકીએ શહેરની જાણીતી હોટલમાં હની ટ્રેપ ગોઠવીને તેની પાસેથી ૩.૨૫ કરોડ રૂપિયા પડાવી લીધા હતા.

આરોપીએ આક્ષેપ કર્યો હતો કે, રકમ આપ્યા બાદ પણ ટોળકીએ તેના વિડીયો જાહેર કરવાની ધમકી આપી વધુ ૨ કરોડ રૂપિયાની માંગ કરી હતી. પોલીસે જણાવ્યા અનુસાર અહેવાલમાં જણાવાયું છે કે, આ ઘટના વર્ષ ૨૦૧૭માં બની હતી. તે સમયે અનિલ અને સપનાએ ઉદ્યોગપતિ સાથે મિત્રતા કરી હતી. તેમની સંપત્તિ કેટલી છે, તેનો તાગ કાઢ્યો હતો અને ત્યારબાદ તેને બ્લેકમેઇલ કરવા અને પૈસા પડાવવાનું કાવતરું ઘડ્યું હતું.

આ દરમિયાન વર્ષ ૨૦૧૯માં ઉદ્યોગપતિ મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયો હતો. ત્યારે મોનિકાએ આરોપ લગાવ્યો હતો કે, ઉદ્યોગપતિએ તેનું યૌન શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે એવું પણ કહ્યું હતું કે તેની મિત્ર સપનાએ ઉદ્યોગપતિ સાથે ઝપાઝપીનો વિડીયો પણ શૂટ કર્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.