લાઉડ સ્પીકરનો જાહેરમાં ઉપયોગ પહેલા લાયસન્સ લેવું ફરજિયાત
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ વિવાદ મુદ્દે થયેલી અરજીમાં અમદાવાદ પોલીસનું સોગંદનામુ રજૂ કર્યુ છે. લાઉડ સ્પીકર વેચનારે તેમાં સાઉન્ડ લિમિટર ઈન્સ્ટોલ કરવું ફરજિયાત છે.
લાઉડ સ્પીકર ખરીદનારે જાહેરમાં ઉપયોગ પહેલા લાઈસન્સ લેવું ફરજિયાત છે. તો પોલીસની પરવાનગી વગર જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. પોલીસ શરતોને આધીન લાઉડ સ્પીકર વગાડવા મંજૂરી આપી શકશે.
રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ વિવાદ મુદ્દે થયેલી અરજીમાં અમદાવાદ પોલીસનું સોગંદનામુ રજૂ કર્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે લાઉડ સ્પીકર વેચનારે તેમાં સાઉન્ડ લિમિટર ઈન્સ્ટોલ કરવું ફરજિયાત છે. લાઉડ સ્પીકર ખરીદનારે જાહેરમાં ઉપયોગ પહેલા લાઈસન્સ લેવું ફરજિયાત છે.
તો પોલીસની પરવાનગી વગર જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. પોલીસ શરતોને આધીન લાઉડ સ્પીકર વગાડવા મંજૂરી આપી શકશે. અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે વરઘોડા, રાજકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા,
રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જાહેર જગ્યામાં ઉપયોગ માટે તેમજ પાર્ટી પ્લોટ, ખુલ્લી જગ્યા, રહેણાંકોની પાસે નજીકમાં રેલ ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં ઉપયોગ માટે માઈક સિસ્ટમ ભાડે આપી શકાશે નહીં.સાથે જ હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ઘેરાવાનાં વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે.
જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઈક સીસ્ટમનો ઉપયોગ થઈ શકે નહીં. જાહેરનામા પ્રમાણે એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમ્યુનલ લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો ગીતોનો માઈક સિસ્ટમમાં ઉપયોગ કરવો નહીં. રસ્તાની ડાબીબાજુ ચાલવા, ટ્રાફિકને અડચણ ન થાય તથા ટ્રાફિકના તમામ નિયમો કાયદાઓનો અમલ કરવા તથા જાહેર રસ્તા પર નાચ ગાન ગરબા કરવા નહીં. શરતોને આધિન અગાઉથી અધિકૃત પરવાનગી આધારે ઉપરોકત પ્રતિબંધ માંથી છુટછાટ રહેશે.