Western Times News

Gujarati News

૧૦૮ એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકોની સફળતા પૂર્વક પ્રસૂતા

દે.બારીઆ: દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના છાસિયા સાદડીયા ગામની પ્રસૂતાને પ્રસ્તુતા પીડા ઉપડતાં સવારના ૪:૩૦ અરસામાં પરિવારના સભ્યો દ્વારા ૧૦૮ ને કોલ કરવામાં આવ્યો હતો. ત્યારે દેવગઢબારીઆ સેવાનીયા લોકેશન ની ૧૦૮ એમ્બ્યુલન્સને કેશ મળતા  નીકળી અને માત્ર ૧૨:૦૦ મિનિટમાં છાસિયા સાદડીયા ગામમાં ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી.અને પ્રસૂતાને લઈને દેવગઢબારીઆ સરકારી હોસ્પિટલ રવાના થયા હતા.

રસ્તામાં પ્રસૂતાની પીડા વધતા એમ્બ્યુલન્સને રોકી ૧૦૮ ના ડૉકટરની સલાહ લઈને ઈ.એમ.ટી અરવિંદ બારીઆ અને પાઇલોટ જગદીશ ભાઈ દ્વારા સફળ પ્રસૂતા કરવામાં આવતી અને પ્રસૂતાને  જોડિયા તંદુરસ્ત બાળકોનો જન્મ થયો હતો. ત્યાર બાદ પ્રસૂતા અને જોડિયા બાળકોને  સરકારી હોસ્પિટલ દેવગઢ બારીઆ ખાતે સલામત રીતે પહોંચાડ્યા અને ત્યાં ફરજ પર હાજર હોસ્પિટલ સ્ટાફ અને સગા સંબધી દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ ની કામગીરીને બિરદાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.