મલાઇકા દ્વારા ગોવામાં નવા વર્ષની ભવ્ય ઉજવણી કરાઇ
મુંબઇ, સેક્સી સ્ટાર મલાઇકા અરોરા ખાને ગોવામાં નવા વર્ષની ઉજવણી કરી છે. મલાઇકાની સાથે તેની બહેન અમૃતા અરોરા પણ રહેલી છે. તમામ દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી બાજુ અરબાજ સાથે સંબંધ તુટી ગયા હોવા છતાં તેમની વચ્ચે મિત્રતા અકબંધ રહી છે. અરબાજ અલગ થઇ ગયા હોવા છતાં તેમની વચ્ચે સંબંધનો એકદમ અંત આવ્યો નથી. કારણ કે બન્ને હજુ પણ એકબીજાના સંપર્કમાં છે.
જો કે બાળકોને ધ્યાનમાં લઇને બંને સમાધાન કરે તેવી શક્યતા દેખાઇ રહી નથી. બંને એકબીજા પ્રત્યે સોફ્ટ કોર્નર પણ ધરાવે છે. થોડાક સમય સુધી અલગ રહ્યા બાદ મલાઇકા હવે અર્જુન કપુર સાથે નજરે પડી રહી છે. જેથી ફરી એકવાર સમાધાનની કોઇ તક નથી. અરબાજ અન્ય યુવતિના પ્રેમમાં પડ્યો છે. અરબાઝ ખાન અને મલાઇકા અરોરા ખાન પારસ્પરિક રીતે અલગ થઇ ગયા હતા. તેમની વચ્ચે લગ્ન સંબંધ ૧૮ વર્ષ સુધી ચાલ્યા બાદ બન્ને અલગ થયા હતા. બન્ને સહમતી સાથે વિધિવતરીતે અલગ થઇ ગયા બાદ ક્યારેય એક સાથે દેખાયા નથી. થોડાક સમય પહેલા બન્ને સમાધાન કરી લેવાના મુડમાં છે તેવા હેવાલ આવ્યા હતા. કોર્ટમાથી તેમની વચ્ચે છુટાછેડાને મંજુરી મળી ગઇ હતી.
ત્યારબાદથી મલાઇકા કેટલાક પુરૂષો સાથે નજરે પડી હતી. બોલિવુડના આશાસ્પદ સ્ટાર અર્જુન કપુર સાથે તે કેટલીક વખત નજરે પડી હતી. હાલમાં પણ તેની સાથે જ મલાઇકા નજરે પડે છે. આ ઉપરાંત મધ્યપૂર્વના એક ટોપનમા બિઝનેસમેન સાથે પણ તેના સંબંધ રહ્યા હતા. રસપ્રદ બાબત એ છે કે છુટાછેડા થયા બાદ પણ મલાઇકા મલાઇકા અરોરા ખાન તરીકે પોતાને સોશિયલ મિડિયા પર રજૂ કરે છે. મલાઇકાના લગ્નની પણ ચર્ચા છે.