Western Times News

Gujarati News

ટેસ્લા કારની ચાવી હાથમાં જ ઇમ્પ્લાન્ટ કરાવી દીધી એટલે હવે ખોવાય જ નહીં

ન્યુયોર્ક, અમેરિકાના યુટાહમાં રહેતા ટેકનોલોજીપ્રેમી ભાઈ પોતાની કારની ત્રણ ચાવીઓને હાથમાં ઇમ્પ્લાન્ટ કરાવીને સમાચારમાં ચમકી ગયા છે. બેન વર્કમેન નામના આ ભાઈએ પોતાના હાથમાં ચાર કમ્પ્યુટર ચિપ લગાવેલી છે જેની મદદથી તેઓ ટેસ્લા કારને લોક કરવાની, અનલોક કરવાની, દરવાજા ખોલવાની, પોતાના કમ્પ્યુટરનું લોગઈન કરવાનું જેવા કામો માત્ર એવા નિષ્ણાંતની ખોજ કરવામાં તેમને પહેલાં બહુ તકલીફ પડેલી.

પિઅર્સિગ સ્ટુડિયો આર્ટિસ્ટ. પ્રાણીઓના ડોક્ટરો અને માણસોના ડોક્ટરો અને માણસોના ડોક્ટરોને તેઓ પૂછી ચૂક્યા હતા પણ કોઈ તૈયાર ન હતું. આખરે તેમણે પોતાના જ પરિવારના નિષ્ણાંતની મદદ લઈને ત્રણ ચિપ લગાવી હતી. જાકે ટેસ્લા કારને કન્ટ્રોલ કરતી ચિપ ઈમ્પ્લાન્ટ કરવાનું સરળ ન હોવાથી એક ડોક્ટરની મદદ લીધી હતી. ચાર ચિપ લગાવીને હવે બેન વર્કમેન ઘણુંબધું કામ હાથ હલાવતાં જ કરી નાંખી શકે છે. એમ છતાં હજી તેને સંતોષ નથી. હજી તેની ઈચ્છા બીજી ચિપ્સ લગાવીને ઘણુંબધુ માત્ર ચપટી વગાડતામાં કન્ટ્રોલ થાય એવું કરવું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.