Western Times News

Gujarati News

‘સ્પિરિટ’માં પ્રભાસ સાથે જોડી જમાવવવા ત્રિશાને આમંત્રણ

મુંબઈ, બાહુબલિ ૨ની સફળતાના વર્ષાે પછી પ્રભાસનો જમાનો પાછો આવ્યો છે. ‘સાલાર’ અને ત્યારબાદ ‘કલ્કિ’ હિટ રહેતાં પ્રભાસના સ્ટારડમ પરનો વિશ્વાસ વધ્યો છે અને ફિલ્મ મેકર્સ પ્રભાસ સાથે બિગ બજેટ પ્રોજેક્ટ પર કામ કરવા ઉત્સુક છે. પ્રભાસની આગામી ફિલ્મ ‘સ્પિરિટ’ છે. સંદીપ રેડ્ડી વાંગાના ડાયરેક્શનમાં આ ફિલ્મનું પ્લાનિંગ થઈ ગયું છે, પણ પ્રભાસ સાથેની લીડ એક્ટ્રેસ હજુ ફાઈનલ નથી.

પ્રભાસ સાથે લીડ રોલ કરવા સાઉથની એક્ટ્રેસ ત્રિશાને આમંત્રણ અપાયું છે. ત્રિશા છેલ્લે વેબ સિરીઝ ‘બ્રિન્દા’માં જોવા મળી હતી. આ ઉપરાંત ‘પોન્નિયન સેલ્વન’ તથા ‘લિઓ’ના કારણે તેને દેશભરમાં લોકપ્રિયતા મળી છે. ત્રિશાને સંદીપ રેડ્ડી વાંગાએ લીડ રોલ માટે કહ્યું છે, પરંતુ હજુ પેપર વર્ક બાકી છે. સાઉથ કોરિયન એક્ટર લી ડોન્ગ-સીઓક ‘સ્પિરિટ’માં વિલનના રોલ માટે ફાઈનલ હોવાનું કહેવાય છે.

આ અંગે હજુ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થયું નથી. ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં પહેલાં કાસ્ટ જાહેર કરવામાં આવશે. અગાઉ એક ઈન્ટરવ્યૂમાં સંદીપ રેડ્ડી વાંગાએ દાવો કર્યાે હતો કે, પ્રભાસ સાથેની તેમની ફિલ્મ પહેલા દિવસે રૂ.૧૫૦ કરોડથી વધુનું કલેક્શન કરી લેશે.

ડિજિટલ અને સેટેલાઈટ રાઈટ્‌સમાંથી ફિલ્મના બજેટ જેટલો ખર્ચ વસૂલ થઈ જવાનો તેમને વિશ્વાસ છે. ટીઝર, ટ્રેલર અને સોન્ગ્સ પ્રી-રિલીઝ જેવા તબક્કામાં સંદીપ વાંગાની ગણતરી મુજબ રીસ્પોન્સ મળ્યો તો પહેલા દિવસનું વર્લ્ડ વાઈડ કલેક્શન રૂ.૧૫૦ કરોડ થઈ શકે છે. સ્પિરિટનું પ્રોડક્શન ૨૦૨૫માં શરૂ થવાનું છે અને પ્રભાસની આ ૨૫મી ફિલ્મ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.