Western Times News

Gujarati News

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સફાઈકર્મીઓએ સ્વચ્છતા કરી, દવાનો છંટકાવ કર્યો

ચોમાસામાં ગંદકી અને રોગચાળો ફેલાતો અટકાવવા અમદાવાદ મહાનગરપાલિકાની સઘન સફાઇ ઝુંબેશ

અમદાવાદમાં ભારે વરસાદને પગલે વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસર્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કરી રોગચાળો ન ફેલાય તે માટે દવાનો છંટકાવ કર્યો હતો.

શહેરના વેજલપુરમાં સોનલ સિનેમા રોડ પર અમ્યુકો દ્વારા સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી હતી. રસ્તા પરથી અને રસ્તાના કાંઠેથી કાદવ-કીચડ હટાવવામાં આવી રહ્યો છે અને ગટરની કેચપીટોને સાફ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.