Western Times News

Gujarati News

ગુજરાતના એક દિવસીય પ્રવાસે પધાર્યા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડનું અમદાવાદ એરપોર્ટ  ખાતે ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

ભારત સરકાર દ્વારા આયોજિત RE-Invest સમિટ-2024ના સમાપન સમારંભમાં સહભાગી થવા ગુજરાતની ધરતી પર પધારેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માઅમદાવાદ શહેરનાં મેયર શ્રી પ્રતિભાબહેન જૈનરાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમારજીએડીના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાણીઅમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિકઅમદાવાદ કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ડેપ્યુટી ચીફ પ્રોટોકોલ ઓફિસર શ્રી સંકેતસિંહ સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અફસરોએ પણ ઉપરાષ્ટ્રપતિશ્રીનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.