સુરતમાં ૬૫ વર્ષના મોટા કાકાએ જ રમાડવાના બહાને ૫ વર્ષની બાળકીને પિંખી નાંખી
સુરત, શહેરમાં વધુ એક માસૂમ બાળકી હવસખોરનો શિકાર બનાવી છે. પિતાના ૬૫ વર્ષના મોટા ભાઈએ પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બાળકીની માતા વતન ગઈ હતી ત્યારે પડોશમાં મોટાકાકાને ત્યાં ગઈ હતી ત્યારે તે હવસનો શિકાર બની હતી.
સંબંધોને લાંછન લગાવતા બનાવોમાં વધુ એક પરિવારના સભ્યએ જ પોતાની ઘરની માસૂમ પર દાનત બગાડી હતી. કાપોદ્રા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સાથે તેના જ મોટા પપ્પાએ બળજબરી કરી હોવાની ઘટના સામે આવી છે.
પોલીસે ૬૫ વર્ષના આ કામાંધ મોટા કાકાને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કાપોદ્રાના શ્રીરામનગરમાં રહેતા આરોપી રમાપત રામસુમેર બિન્દે તેના નાનાભાઈની ૫ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.
બાળકીની માતા વતન ગઇ હતી. એટલે મોટા પપ્પાને ત્યાં બાળકી રમવા ગઈ હતી. બાળકીને રમાડવાના બહાને બોલાવીને તેના માટા પપ્પાએ દુષ્કર્મ ગુજાર્યું હતું. બાળકી ઘરે ગઈ ત્યારે તેના ગુપ્તભાગમાં ખૂબ દુઃખાવો થયો હતો. માતા વતનથી પરત આવ્યા બાદ બાળકીની તપાસ કરતા ગુપ્તાંગમાં ઇજાઓ જોવા મળી હતી. માતાએ બાળકીની પૂછપરછ કરતા મોટા પપ્પાની કરતૂત બાળકીએ જણાવી હતી.
માતા બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું. ઘટનાને પગલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. આરોપી રમાપત રામસુમેર બિન્દને જાણ થતાં તે સુરત છોડી ભાગવાની ફિરાકમાં હતો. જો કે, પોલીસે ઉધના રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યો હતો.SS1MS