Western Times News

Gujarati News

ભરૂચનો અપહરણ-રેપ કેસનો વોન્ટેડ આરોપી અમદાવાદમાંથી ઝડપ્યો

અપહરણ અને રેપના ગુનામાં છેલ્લા બે માસથી વોન્ટેડ આરોપી ઝડપાયો

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણ તથા રેપના ગુનામાં છેલ્લા બે માસથી વોન્ટેડ આરોપીને અમદાવાદ શહેર માંથી ભરૂચ એલસીબીની ટીમે દબોચી લીધો હતો. Bharuch wanted criminal nabbed from Ahmedabad

ભરૂચ જીલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ ગુના હેઠળ વોન્ટેડ અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવી હતી.તેના અનુસંધાને ભરૂચ એલસીબીના પીઆઈ એમ.પી.વાળાના માર્ગદર્શન અને સુચના મુજબ એલસીબીની ટીમ દ્વારા જીલ્લામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા ટેક્નિકલ સર્વેલન્સના આધારે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

આ દરમ્યાન ભરૂચ એલસીબીના પી.એસ.આઈ ડી.એ.તુવરની ટીમને બાતમી મળેલ કે ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાયેલ ગુના હેઠળ એક સગીર વયની છોકરીને ભગાડી જનાર આરોપી આકાશ ઠાકોર નામનો ઈસમ છેલ્લા બે માસથી વોન્ટેડ છે અને હાલ તે અમદાવાદ શહેરમાં પાર્વતીનગરમાં છે.

મળેલ બાતમીના આધારે એલસીબીની ટીમે અમદાવાદ ખાતે જઈને આરોપીને અમદાવાદના પાર્વતીનગર ખાતેથી દબોચી લઈ ભરૂચ એલસીબી કચેરી ખાતે લઈ આવીને તેની ઉપરોક્ત ગુના સબંધે પુછપરછ કરતા તેણે ગુનાનો એકરાર કર્યો હતો.

એલસીબીની ટીમે આ સંદર્ભે જરૂરી કાર્યવાહી કરીને ઝડપાયેલ આરોપી આકાશ ભરતભાઈ ઠાકોર હાલ રહે.પાર્વતીનગર વસ્ત્રાલ અમદાવાદ અને મુળ રહે.નવાવાસ ગામ જી.બનાસકાંઠાનાને આગળની કાર્યવાહી માટે ઝઘડિયા પોલીસને સોંપવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.