Western Times News

Gujarati News

KRN હીટ એક્સચેન્જરનો રૂ. 342 કરોડ સુધીનો IPO બુધવાર, 25 સપ્ટેમ્બર, 2024ના રોજ ખૂલશે

 પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 209થી રૂ. 220ની કિંમતે પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે

  • લોઅર પ્રાઇઝ બેન્ડ પર ઇશ્યૂની સાઇઝ રૂ. 324.85 કરોડ છે અને અપર પ્રાઇઝ બેન્ડ પર રૂ. 341.95 કરોડ છે
  • બિડ/ઇશ્યૂ બુધવાર, 25 સપ્ટેમ્બર, 2024ના રોજ ખૂલશે અને શુક્રવાર, 27 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ મંગળવાર, 24 સપ્ટેમ્બર, 2024 રહેશે
  • બિડ્સ લઘુતમ 65 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 65 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે.
  • આરએચપી લિંકઃ https://www.holaniconsultants.co.in/download/ipo/KRN-RHP.pdf

 અમદાવાદ, 23 સપ્ટેમ્બર2024 – કેઆરએન હીટ એક્સચેન્જર એન્ડ રેફ્રીજરેશન લિમિટેડ (“KRN Heat Exchanger” or the “Company”) બુધવાર25 સપ્ટેમ્બર2024ના રોજ ઇક્વિટી શેર્સના તેના આઈપીઓના સંદર્ભમાં તેની બિડ/ઇશ્યૂ ખુલ્લી મૂકશે.

 ઇક્વિટી શેર્સ (પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના)ની કુલ ઇશ્યૂ સાઇઝમાં 1,55,43,000 સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ (The “Fresh Issue”)નો સમાવેશ થાય છે. અપર પ્રાઇઝ બેન્ડ પર કુલ ઇશ્યૂ સાઇઝ રૂ. 341.95 કરોડ અન લોઅર પ્રાઇઝ બેન્ડ પર રૂ. 324.85 કરોડ છે (“Total Issue Size”).

 એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ મંગળવાર, 24 સપ્ટેમ્બર, 2024 રહેશે. બિડ/ઇશ્યૂ બુધવાર25 સપ્ટેમ્બર2024ના રોજ ખૂલશે અને શુક્રવાર27 સપ્ટેમ્બર2024ના રોજ બંધ થશે. બિડ્સ લઘુતમ 65 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 65 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે (“Bid Details”).

 ઇશ્યૂની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 209થી રૂ. 220 રાખવામાં આવી છે (“Price Band”).

 કંપની ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ આવકનો ઉપયોગ (અ) રાજસ્થાનના અલવરમાં નીમરાના ખાતે નવા ઉત્પાદન એકમ ઊભા કરવા માટે (“Proposed Project”) ઇક્વિટીના સ્વરૂપે અમારી સંપૂર્ણ માલિકીની પેટા કંપની કેઆરએન એચવીએસી પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ માટે જેનું મૂલ્ય રૂ. 24,246.10 લાખ (રૂ. 242.46 કરોડ) છે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે (“Object of Issue”).

 રાજસ્થાનના જયપુરમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં 14 સપ્ટેમ્બર2024ના રોજ ફાઇલ કરેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“the RHP”) દ્વારા આ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરવામાં આવનાર છે અને તેને બીએસઈ લિમિટેડ (“BSE”) તથા નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (“NSE”) પર લિસ્ટિંગ કરવાની યોજના છે.

 આ ઇશ્યૂ સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1)ના અનુસંધાનમાં અને સુધારેલા (સેબી આઈસીડીઆર નિયમનો) મુજબ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા નિયમન2018 (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયર્મેન્ટ્સ)ના નિયમન 31 સાથે વાંચતા અને સુધારેલા (“SCRR”) સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) રૂલ્સ1957ના નિયમ 19(2) (બી) (આઈ)ના સંદર્ભે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે જેમાં નેટ ઇશ્યૂના મહત્તમ 50 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs and such portion, the “QIB Portion”)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રખાશેએ શરતે કે કંપની બીઆરએલએમ સાથે ચર્ચા કર્યા બાદ વિવેકાધીન ધોરણે ક્યુઆઈબી પોર્શનનો 60 ટકા સુધીનો ભાગ એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવી શકે છે (“Anchor Investor Portion”) જે પૈકી એક તૃત્યાંશ ભાગ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રખાશેએ શરતે કે સેબી આઈસીડીઆર નિયમનો મુજબ એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી થઈ હોય તે અથવા તેનાથી વધુ કિંમતે (“Anchor Investor Allocation Price”) સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી માન્ય બિડ્સ પ્રાપ્ત થાય. અંડર-સબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં કે એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી પોર્શન (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય)માં ઉમેરવામાં આવશે  (“Net QIB Portion”).

 આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનના 5 ટકા પ્રમાણસર ધોરણે મ્યુચ્યુઅલ ફંડ્સને જ ફાળવણી માટે ઉપલબ્ધ કરાવાશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો ભાગ મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રખાશે, જે ઇશ્યૂ પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે તેમના તરફથી મળનારી માન્ય બિડ્સને આધીન રહેશે. જોકે મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના 5 ટકા કરતા ઓછી હશે તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનને ફાળવણી માટે રહેલા બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.

 આ ઉપરાંતનેટ ઇશ્યૂના લઘુતમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ઇશ્યૂના લઘુતમ 35 ટકા સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઇશ્યૂ પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શન હેઠળ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ ઇક્વિટી શેર્સ નીચે જણાવેલી બાબતોને આધીન રહેશે (1) નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સ માટે ઉપલ્બધ પોર્શનનો એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 2 લાખથી વધુ અને રૂ. 10 લાખ સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાઓ માટે અનામત રહેશે અને (2) નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સ માટે ઉપલબ્ધ પોર્શનનો બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 10 લાખથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાઓ માટે અનામત રહેશેએ શરતે કે ઉપર જણાવેલ કોઈપણ સબ-કેટેગરી પૈકી ગમે તેમાં અનસબ્સ્ક્રાઇબ્ડ પોર્શન નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ-કેટેગરીમાં અરજીકર્તાઓને ફાળવાઈ શકે છે. તમામ સંભવિત બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા સમર્થિત અરજીનો ઉપયોગ કરવાનું ફરજિયાત રહેશે જેમાં તેમણે જે લાગુ પડે તે મુજબ તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો અને યુપીઆઈ મિકેનિઝમનો ઉપયોગ કરતી રહેલા યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડીની વિગતો આપવાની રહેશે જેના પગલે તેમની સંબંધિત બિડની રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ સ્પોન્સર બેંકો દ્વારા તેમની સંબંધિત બિડની રકમની મર્યાદામાં બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઇશ્યૂમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે પેજ 410 પર “Issue Procedure” વાંચો.

 હોલાની કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર્સ છે. અહીં જણાવવામાં આવેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સ જેની વ્યાખ્યા કરવામાં આવી નથી તેનો અર્થ આરએચપીમાં જણાવ્યા મુજબનો થશે.

Disclaimer:

KRN Heat Exchanger and Refrigeration Limited is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to make an Initial Public Issue of its Equity Shares and has filed the RHP with the RoC. The RHP will be available on the websites of SEBI at www.sebi.gov.in, BSE Ltd at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com respectively and is available on the websites of Holani Consultants Private Limited at www.holaniconsultants.co.in. The potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to the same, refer to the Section titled “Risk Factors” on page 33 of the RHP. Potential investors should not rely on the DRHP filed  with the SEBI for making any investment decision and instead should place reliance on the RHP.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.