Western Times News

Gujarati News

માલપુર પોલીસ સ્ટેશનના ૭ વર્ષથી વોન્ટેડ બુટલેગરને LCBએ દબોચ્યો

પ્રતિકાત્મક

મોડાસા, રાજસ્થાની બુટલેગર પ્રમોદ કોટડ ૭ વર્ષ અગાઉ દારૂની હેરાફેરી કર્યા બાદ મજૂરી કામમાં જોતરાઈ ગયો હતો પરંતુ બુટલેગર કદાચ કાનૂન કે હાથ બડે લંબે હોતે હૈ ની કહાવત ભુલી ચુકયો હશેને પોલીસે ઉઠાવી લીધો હતો.

પોલીસ તંત્ર જિલ્લામાં ગુન્હા આચરી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સતત દોડાદોડી કરી રહી છે. જિલ્લામાં મોટેભાગે પ્રોહિબિશનના ગુન્હામાં વોન્ટેડ બુટલેગરો રાજસ્થાન રાજયના હોવાથી પોલીસ રાજસ્થાનમાંથી બુટલેગરોને વીણીવીણીને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે. જિલ્લા એલસીબી પોલીસે છેલ્લા સાત વર્ષથી માલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં વોન્ટેડ અને ખેરવાડા ચાર રસ્તા બ્રિજ નજીક મજૂરી કરતા રાજસ્થાની બુટલેગરને દબોચી લીધો હતો.

અરવલ્લી જિલ્લા એલસીબી પીઆઈ એચ.પી. ગરાસિયા અને તેમની ટીમે નાસતા-ફરતાં આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી રાજસ્થાન રાજયમાં પડાવ નાખતા માલપુર પોલીસ સ્ટેશનમાં સાત વર્ષ અગાઉ નોંધાયેલ પ્રોહિબિશનના ગુન્હામાં વોન્ટેડ બુટલેગર પ્રમોદ શંકર કોટડ (રહે, દેવલ, ડુંગરપુર-રાજ.) ખેરવાડા ચાર રસ્તા બ્રિજ નજીક મજૂરી કામ કરતો હોવાની બાતમી મળતા

તાબડતોડ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમી આધારીત સ્થળે ત્રાટકી બુટલેગર પ્રમોદ કોટડને દબોચી લેતા હોશકોશ ઉડી ગયા હતા. બુટલેગર કદાચ કાનૂન કે હાથ બડે લંબે હોતે હૈ ની કહાવત ભુલી ચુકયો હશે. એલસીબી પોલીસે વોન્ટેડ બુટલેગરને માલપુર પોલીસને સુપ્રત કરતા જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.