Western Times News

Gujarati News

ઇરાકમાં અમેરિકી બેસ પર ફરી રોકેટ વડે હુમલો

નવીદિલ્હી, ઇરાન અને અમેરિકાના વધતા જતા તણાવ વચ્ચે ગુરૂવારે રાત્રે ઇરાકના અમેરિકી સૈન્ય બેસના નજીક ફરી રોકેટ વડે હુમલો કરવામાં આવ્યો. ઇરાકના ઉત્તરી સલાહુદ્દીન પ્રાંતના દુજૈલ જિલ્લાના ફાદલાન વિસ્તારમાં આ રોકેટ તાક્યું હતું. આ એરિયા બલાડ એર બેસની નજીક છે જ્યાં અમેરિકી સૈનાઓની હાજરી છે. સૂત્રોના અનુસાર આ રોકેટ ક્યાંથી આવીને પડ્‌યું, આ વિશે અત્યારે સુચના નથી. અત્યારે કોઇ સુચનાની સુચના નથી. દુલૈજ ઉત્તરી બગદાદથી ૫૦ કિમી દૂર છે. બલાડ બેસ, ઉત્તરી બગદાદથી ૮૦ કિમી દૂર છે.

આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટિ્‌વટ કરી કહ્યું કે અમે અમેરિકાના દુશ્મનો માફ કરીશું નહી. અમેરિકી લોકોની રક્ષા માટે અમે ખચકાઇશું નહી. ચરમપંથી ઇસ્લામિક આતંકવાદને હરાવવા માટે અથક કામ કરતા રહીશું. જોકે ઇરાનના જનરલ કમાંડર કાસિમ સુલેમાનીનું અમેરિકન એર સત્રાઇકમાં મોત બાદ અમેરિકા અને ઇરાનના સંબંધ એકદમ તણાવપૂર્ણ છે અને બંને દેશો વચ્ચે જંગ જેવી સ્થિતિ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા ઇરાન સાથે યુદ્ધ થવાની સંભાવના વધુ છે. એવામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની આ સંભવિત કાર્યવાહીથી રોકવા માટે અમેરિકી સંસદે એક પ્રસ્તાવ મંજૂર કર્યો છે.

અમેરિકી સંસદના નિચલા સદને ઇરાન વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહી માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના અધિકાર સીમિત કરવાનું યુદ્ધ શક્તિ પ્રસ્તાવ મંજૂર કરી દીધો છે. ડેમોક્રેટિક પાર્ટી નીત અમેરિકીની પ્રતિનિધિસભામાં ગુરૂવારે વોટિંગ દરમિયાન મતદાન થયું. આ પ્રસ્તાવના પક્ષમાં ૧૯૪ વોટ પડ્‌યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.