Western Times News

Gujarati News

શ્રદ્ધા કપૂરે ફાઇનલી પોતાનું રિલેશનશિપ કર્યું કન્ફર્મ!

એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર માટે વર્ષ ૨૦૨૪ ઘણું લકી રહ્યું છે

શ્રદ્ધા કપૂરે કહ્યું, ‘મને મારા પાર્ટનર સાથે સમય વિતાવવો અને મૂવી જોવાનું, ડિનર માટે બહાર જવું કે ટ્રાવેલ કરવું ગમે છે’

મુંબઈ, બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર માટે વર્ષ ૨૦૨૪ ઘણું લકી રહ્યું છે. વાસ્તવમાં, આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘સ્ત્રી ૨’ એ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા અને ૬૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી. ફિલ્મની સક્સેસનો આનંદ માણતી વખતે શ્રદ્ધા કપૂરે પોતાના રિલેશનશિપને કન્ફર્મ કર્યું છે.શ્રદ્ધા કપૂરે હમણાંના એક લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને પોતાના પાર્ટનર સાથે સમય પસાર કરવો ગમે છે. આ સાથે જ શ્રદ્ધા કપૂરે લગ્ન વિશે પણ ખુલીને વાત કરી છે. ચાલો જાણીએ અભિનેત્રીએ શું કહ્યું.કોસ્મોપોલિટન સાથે વાત કરતી વખતે, શ્રદ્ધા કપૂરે કહ્યું કે તેણે તેના રિલેશનને કન્ફર્મ કર્યું છે.

જોકે તેણે કોઈનું નામ લીધું નથી. શ્રદ્ધા કપૂરે કહ્યું, ‘મને મારા પાર્ટનર સાથે સમય વિતાવવો અને મૂવી જોવાનું, ડિનર માટે બહાર જવું કે ટ્રાવેલ કરવું ગમે છે.’ એક્ટ્રેસે આગળ જણાવ્યું કે, ‘હું સામાન્ય રીતે એક એવી વ્યક્તિ છું કે જેને સાથે મળીને કંઈક કરવાનું પસંદ હોય છે અથવા સાથે કંઈ કરવાનું પસંદ નથી કરતી.’શ્રદ્ધા કપૂરને પૂછવામાં આવ્યું કે શું તે લગ્નમાં માને છે? આના પર તેણે કહ્યું, ‘તે લગ્નમાં વિશ્વાસ કરવા વિશે નથી કહી શકતી પણ યોગ્ય વ્યક્તિ હોવા અને યોગ્ય પાર્ટનર સાથે રહેવા વિશે છે. જો કોઈ લગ્ન કરવા માંગે છે, તો તે સારું છે, પરંતુ જો તેઓ લગ્ન કરવા માંગતા નથી, તો તે પણ એટલું જ યોગ્ય છે.’

અગાઉ શ્રદ્ધાનું નામ તેના રુમર્ડ બોયળેન્ડ રાહુલ મોદી સાથે નામ જોડાયું હતું. રાહુલ મોદીના સાથેના તેના સંબંધની સત્તાવાર જાહેરાત પણ કરી હતી. એક સેલ્ફી શેર કરતી વખતે તેણે સ્માઈલી અને રમુજી ઈમોજીસ સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘દિલ રખલે નિંદ તો વાપસ દે દે યાર’. તેણે આ પોસ્ટ માટે ફિલ્મ ‘ઈશ્ક’નું ગીત ‘નીંદ ચુરાઈ મેરી’ પસંદ કર્યું હતું.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.